અભિનેત્રી કંગના રનૌત સલમાનની પાર્ટીમાં પહોંચી
- 5:26 pm May 5, 2022
સલમાનની ઈદની પાર્ટીની તસવીરો-વીડિયો સામે આવ્યાકંગના રનૌતે ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા અનેકને નિશાન બનાવ્યા છે, તેના લિસ્ટમાં સલમાનનું નામ પણ સામેલ છે
સલમાન ખાનની ઈદ પાર્ટીની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ વખતે ઈદ પાર્ટીનું આયોજન સલમાનની બહેન અર્પિતા અને જીજા આયુષ શર્માએ કર્યું હતું. બોલીવૂડની તમામ હસ્તીઓ ગઈકાલ રાત્રે અર્પિતાનાં ઘરે પહોંચી હતી. આ પાર્ટીમાં બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ જાેવા મળી હતી અને હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કંગના રનૌત અવારનવાર પોતાના ઉત્સાહથી ચાહકોનું દિલ જીતી લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંગના રનૌતે સતત ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા અનેક લોકોને નિશાન બનાવ્યા છે. અને તેના આ લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. અને આ લિસ્ટમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં કંગના રનૌત જે રીતે ઈદ પાર્ટીમાં પહોંચી છે ત્યારે લોકો તેને જાેઈને ટ્રોલ કરી રહ્યા છે.
સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગના રનૌતે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આ દરમિયાન તેણે મીડિયા ફોટોગ્રાફર સામે જાેરદાર પોઝ આપતી જાેવા મળી હતી. શરારા સૂટમાં તેણી ખૂબ સુંદર લાગી રહી છે. પાર્ટીમાંથી સામે આવેલા કંગના રનૌતના વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું હતુ કે, ધાકડની રિલીઝ નજીક છે અને તેથી જ કંગનાને કાચંડીની જેમ રંગ બદલવો પડ્યો છે. અન્ય યુઝરે લખ્યું હતું કે, 'અરે કંગનાને એન્ટ્રી કોણે આપી?' કેટલાક લોકો કંગના રનૌતને કાચંડો ટેગ પણ આપી રહ્યા છે. જ્યાં એક તરફ કંગના રનૌત લોકો સતત ટ્રોલ થઈ રહી છે તો બીજી તરફ તેના ચાહકો વખાણ કરી રહ્યા છે.
બોલિવૂડના ભાઈજાનની ઈદ પાર્ટીમાં અનેક સ્ટાર્સ જાેવા મળ્યા હતા. જેકલીન ફર્નાન્ડીઝથી લઈને બિગ બોસ ૧૩ ફેમ શહેનાઝ ગિલ અને કિયારા અડવાણી સાથે અનેક લોકોએ સલમાન ખાનની ઈદ પાર્ટીમાં હાજરી આપી હતી. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરિશ્મા કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા અને હિમેશ રેશમિયા સહિત અનેક લોકોએ ઈદ પાર્ટીમાં હાજરી આપી હતી.