કેટરીના કૈફેે સેલિબ્રેટ કર્યો મમ્મીનો ૭૦મો બર્થ ડે

  • 5:57 pm May 7, 2022

લગ્ન બાદ સાથે જાેવા મળ્યા તમામ ભાઈ-બહેનસુઝૈનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો કેટરીના કૈફ અને ઈઝાબેલ કૈફેે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ હોવા છતાં કેટરીના કૈફ નામના મેળવવામાં સફળ રહી છે. આજે તેની ગણતરી બોલિવુડની ટોપ એક્ટ્રેસિસમાં થાય છે. ડિસેમ્બર, ૨૦૨૧માં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસ ફરીથી તેના અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. જાે કે, તેમાંથી તેણે થોડો સમય નીકાળીને આજે (૫ મે) મમ્મી સુઝેનનો ૭૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં કેટરીનાના કૈફના તમામ ભાઈ-બહેન પણ હાજર રહ્યા હતા. સુઝૈનના બર્થ ડે પર તેઓ યમ્મી ચોકલેટ કેક લઈને આવ્યા હતા.

કેટરીના કૈફ અને તેની બહેન ઈઝાબેલ કૈફે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર મમ્મીના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. કેટલાક સેલેબ્સે પણ સુઝૈનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મમ્મીના બર્થ ડે સેલિબ્રેશનમાં, ડ્રામેટિક સ્લીવની સાથે વ્હાઈટ કોલ્ડ શોલ્ડર ડ્રેસ અને બ્રોડ બ્લેક બેલ્ટમાં કેટરીના કૈફ સુંદર લાગી રહી હતી. તેણે મિનિમલ મેકઅપ અને પિંક લિપસ્ટિકથી ઓવરઓલ લૂક પૂરો કર્યો હતો. એક તસવીરમાં એક્ટ્રેસને મમ્મીની સાથે તેમની સામે પડેલા ટેબલ પર ડિલિશ્યસ લાગતી ચોકલેટ કેકની સામે પોઝ આપતી જાેઈ શકાય છે.

જ્યારે બીજી તસવીર 'ફેમિલી હગ'ની છે, જેમાં તમામ કેમેરા સામે જાેઈને સ્માઈલ આપી રહ્યા છે. ત્રીજી એક્ટ્રેસના મમ્મીની સોલો તસવીર છે. જ્યારે ચોથી તસવીરમાં એક્ટ્રેસ તેની એક બહેન સાથે પોઝ આપી રહી છે. તસવીરોમાં દિવાલ પર લગાવેલી ફોટો ફ્રેમ અને ડેકોરેશન ધ્યાન આકર્ષિત કરે છે. કેટરીના કૈફના લગ્ન બાદ આ પહેલીવાર જ્યારે તમામ ભાઈ-બહેન સાથે જાેવા મળ્યા છે. કેટરીના કૈફે તસવીરોની સાથે લખ્યું છે '૭૦મા જન્મદિવસની શુભેચ્છા મમ્મા. તમે જે રીતે આનંદ અને હિંમત સાથે જીવન જીવો છો તેવું હંમેશા જીવો...તમારા ખૂબ જ

તોફાની બાળકોની આસપાસ', આ સાથે તેણે વ્હાઈટ હાર્ટ ઈમોટીકોન્સ પણ મૂક્યા છે. નેહા ધૂપિયાએ સુઝૈનને બર્થ ડે વિશ કરતાં લખ્યું છે 'હેપ્પી બર્થ ડે'. તો નિમ્રત કૌરે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે. આ સિવાય બોસ્કો માર્ટિસે પણ કોમેન્ટ સેક્શનમાં 'હેપ્પી બર્થ ડે' લખ્યું છે. ઈઝાબેલ કૈફે પણ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં તેને 'બર્થ ડે ગર્લ'ને હગ કરતી જાેઈ શકાય છે. બીજી તસવીરમાં પરિવારના તમામ સભ્યો છે. જેમાં તેની મોટાભાગની બહેનો અને ભાઈએ બ્લેક કપડામાં ટિ્‌વનિંગ કર્યું છે. આ સાથે લખ્યું છે 'હેપ્પી બર્થ ડે મમ્મા. લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક'.