અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર રીલિઝ

  • 4:45 pm May 11, 2022

માનુષી છિલ્લરની સુંદરતાએ ખેંચ્યું સૌનું ધ્યાનટ્રેલરમાં સૌથી વધારે ધ્યાન માનવ વિજના પાત્રએ ખેંચ્યું છે, માનુષી રાજકુમારી સંયોગિતાના રોલમાં જામી રહી છે

પાછલા ઘણાં સમયથી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજની ચર્ચા ચાલી રહી છે. આજે આખરે આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની વીરતાની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે. અક્ષય સિવાય ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સુદ, માનવ વિજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મથી મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મને ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને ડાઈરેક્ટ પણ કરી છે. ફિલ્મનું ટ્રેલર જાેઈને ખબર પડે છે કે તેને અત્યંત ભવ્યતા સાથે બનાવવામાં આવી છે.

પ્રથમ જ સીનમાં અક્ષય કુમાર પોતાના પૃથ્વીરા ચૌહાણના દબંદ અંદાજમાં દેખાઈ રહ્યો છે. અક્ષય સિવાય ફિલ્મમાં સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે, માનુષી છિલ્લરે રાજકુમારી સંયોગિતા અને માનવ વિજે ભારત પર હુમલો કરનાર સુલ્તાન મોહમ્મદ ગોરીનું પાત્ર ભજવ્યું છે. યશરાજ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૩ જૂન, ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ફિલ્મ પૃથ્વીરાજ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે. ડોક્ટર દ્વિવેદી આ પહેલા દૂરદર્શન માટે ચાણક્ય જેવી મેગા સીરિયલ બનાવી ચૂક્યા છે.

ફિલ્મમાં ઈતિહાસના તથ્યો કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે તે ફિલ્મની રીલિઝ પછી જ ખબર પડશે. ટ્રેલર જાેઈને એટલી વાત તો સામે આવી છે કે ડોક્ટર દ્વિવેદી અને યશરાજ બેનર્સે આ ફિલ્મ પાછળ ઘણાં પૈસા ખર્ચ કર્યા છે. ફિલ્મમાં ભલે અક્ષય કુમાર લીડ રોલમાં હોય પણ ટ્રેલરમાં તેની સરખામણીમાં સંજય દત્ત અને સોનુ સુદના ડાયલોગ્સ વધારે દમદાર જણાઈ રહ્યા છે. અક્ષયનો પૃથ્વીરાજ ચૌહાણ તરીકેનો લુક તો જબરદસ્ત છે, પરંતુ અંદાજમાં ખાસિયત ટ્રેલરમાં તો નથી જણાઈ રહી. માનુષી છિલ્લરની આ ડેબ્યુ ફિલ્મ છે. મિસ વર્લ્‌ડ માનુષી આ ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાના રોલમાં અત્યંત સુંદર જણાઈ રહી છે.

ટ્રેલરમાં સૌથી વધારે ધ્યાન જાે કોઈએ કેન્દ્રિત કર્યું હોય તો એ મુહમ્મદ ગોરીના પાત્રમાં માનવ વિજે કર્યું છે. આ પહેલા માનવ અંધાધુન ફિલ્મમાં નેગેટિવ રોલમાં જાેવા મળ્યો હતો. ટ્રેલર જાેઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આખા ટ્રેલરમાં સૌથી દમદાર માનવ વિજ જ લાગી રહ્યો છે.