અનુપમામાંથી નંદિનીની એક્ઝિટ બાદ નવી અભિનેત્રી આવશે બંનેની સગાઈ થઈ ગઈ છે

  • 3:33 pm May 12, 2022

અનુપમામાં MAAN ના લગ્ન ખતમ ન થાય ત્યાં સુધી કોઈ લવ ઈન્ટરેસ્ટ ટ્રેક નહીં દેખાડવામાં આવે તેવી પારસ કલનાવતની સ્પષ્ટતા

અનુપમા સીરિયલમાં હાલ અનુપમા અને અનુજ કપાડિયાના લગ્નનો ટ્રેક દેખાડવામાં આવી રહ્યો છે. બંનેની સગાઈ થઈ ગઈ છે અને હાલ મહેંદી ફંક્શન ચાલી રહ્યું છે. અનુપમા પણ અનુજને પસંદ કરવા લાગી છે, તે વાતની જાણ સૌથી પહેલા નાના દીકરા સમરને થઈ હતી. તેણે ન માત્ર મમ્મીને સપોર્ટ કર્યો પરંતુ તેમની લાગણીની કબૂલાત કરવાની હિંમત પણ આપી.

સમરને પહેલાથી અનુપમાના પક્ષમાં દેખાડવામાં આવી રહ્યો છે. સમરનું પાત્ર પારસ કલનાવત ભજવી રહ્યો છે, તેણે હાલમાં શોમાં તેની મમ્મી માટે 'ડાહ્યા દીકરા'નું પાત્ર ભજવવામાં તેને ક્યારેય કંટાળો નહીં આવે તેમ તેણે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, 'શરૂઆતથી જ સમર તરીકેની મારી ભૂમિકા એ છે કે, તે તેની માતાને કેવી રીતે સપોર્ટ આપે છે અને તેના માટે સ્ટેન્ડ લેવા ઈચ્છે છે કારણ કે, તેના પતિ દ્વારા સતત તેની અવગણના કરવામાં આવી છે. તેથી, મને નથી લાગતું કે આગળ જતાં મારું પાત્ર બદલાઈ જશે. સમર એ માત્ર મમ્મીનો દીકરો જ નથી પરંતુ દરેક મહિલાઓને આદર આપવો જાેઈએ તેમ માને છે'. શોમાં અગાઉ, પારસ કલનાવત અને અનઘા ભોસલેની જાેડી હતી.

જાે કે, એક્ટ્રેસે માર્ચ મહિનામાં એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડી દેતાં તેની જગ્યા ખાલી છે. શું શોમાં તારામાં કોઈ નવા લવ ઈન્ટરસ્ટને દેખાડવામાં આવશે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, 'અનઘા અલગ જર્ની ઈચ્છતી હતી તેથી તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને પોતાના વતન પરત જતી રહી. તેથી, શોમાં મારી સાથેના તેના ટ્રેકનો અંત આવ્યો.

અમે બધા ઈંસ્ટ્ઠટ્ઠહ વેડિંગ માટે હાર્ડ વર્ક કરી રહ્યા છીએ ત્યારે મને નથી લાગતું કે, સમર માટે કોઈ નવા લવ ઈન્ટરેસ્ટનો ટ્રેક દેખાડવામાં આવે'. શોમાં રૂપાલી ગાંગુલી દ્વારા ભજવવામાં આવી રહેલા પાત્ર અનુપમાને અનુજ (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કરતી દેખાડવા અંગે પોતાનો મંતવ્ય રજૂ કરતાં એક્ટરે કહ્યું હતું કે, 'બાળકોને તેમની મમ્મી ફરીથી લગ્ન કરી રહી છે તે અંગે ખૂબ જ સપોર્ટિવ દેખાડવામાં આવ્યા છે અને મને લાગે છે કે શોનો આ સૌથી વધારે પ્રોગ્રેસિવ ટ્રેક છે. અમે હવે લગ્નની રાહ જાેઈ રહ્યા છીએ કારણ કે, સંગીત અને મહેંદીનો ટ્રેક પૂરો થઈ ગયો છે. મને લાગે છે કે શોનો આ હાઈ પોઈન્ટ છે અને હું મારા રોલથી ખુશ છું. પારસ કલનાવતે થોડા વર્ષ પહેલા શો 'મેરી દુર્ગા'થી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ અનુપમામાં તેના પાત્રને કારણે દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે.