ખતરાંે કે ખિલાડી ૧૨માં ભાગ લેશે અનેરી વજાણી
- 6:00 pm May 15, 2022
જલ્દી કન્ટેસ્ટન્ટ્સ સાથે શૂટિંગ માટે કેપટાઉન જશેઅનેરી વજાણીએ કહ્યું દ્ભદ્ભદ્ભ ૧૨ મારો પહેલો રિયાલિટી શો છે અને મારા ઉત્સાહને દબાવી શકતી નથી
છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મમેકર રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતાં સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ફીયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી'ની ૧૨મી સીઝનની ચર્ચા છે. આ વખતે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી કોણ તેમાં ભાગ લેવાનું છે તે અંગે નવા-નવા નામ સામે આવી રહ્યા છે. રિયાલિટી શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ્સના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે છે અનેરી વજાણી. એક્ટ્રેસ હાલ ટીવી સ્ક્રીન પરના પોપ્યુલર શો અનુપમામાં કામ કરી રહી છે. શો માટેની તૈયારીઓ વિશે વાત કરતાં અનેરીએ જણાવ્યું હતું કે, 'ખતરો કે ખિલાડી એ મારો પહેલો રિયાલિટી શો છે
અને હું મારા ઉત્સાહને દબાવી શકતી નથી. મને નવી-નવી વસ્તુઓ એક્સપ્લોર કરવી અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ગમે છે. આ શો સાથે મને મારા જીવનને એક નવી ઊંચાઈ મળશે. હું મારે એડવેન્ચર જર્ની અને આ પડકારને ઝીલવા માટે તૈયાર છું'. દ્ભદ્ભદ્ભ ૧૨માં ભાગ લેવા માટે અનેરી વજાણી 'અનુપમા' સીરિયલમાંથી બ્રેક લેશે કે પછી છોડી દેશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રોહિત શેટ્ટી અને કન્ટેસ્ટન્ટ્સ શૂટિંગ માટે કેપટાઉન જશે.
મેકર્સે આ વખતે કેટલાક પોપ્યુલર ટીવી એક્ટર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને લીધા છે. અપકમિંગ સીઝન માટે જે કન્ટેસ્ટન્ટ્સના નામ કન્ફર્મ થયા છે તેમાં રુબીના દિલૈક, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ અડાતિયા, શિવાંગી જાેશી, શ્રૃતિ ઝા, કનિકા મેનન, મોહિત મલિક, કોરિયોગ્રાફર તુષાર કાલિયા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝલ શૈખ ઉર્ફે મિ. ફૈઝુ અને એરિકા પેકાર્ડનો સમાવેશ થાય છે. ખતરો કે ખિલાડી ૧૨માં ભાગ લેવા અંગે પુષ્ટિ કરતાં મોહિત મલિકે વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું ઉત્સાહિત છું.
એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષથી હું મારા શોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી મારે આ માટે ના પાડવી પડી હતી. ત્યારબાદ મારા દીકરા એકબીરનો જન્મ થયો હતો. પરંતુ આ વખતે હું ચોક્કસ હતો કે જાે મેકર્સ મને કોલ કરશે તો હું જરૂરથી ભાગ લઈશ. મને એડવેન્ટર સ્ટંટ કરવા ગમે છે અને મારા હાલના વેબ શોમાં પણ ઘણા સ્ટંટ હોવાથી મારે ઘણી તૈયારી કરવી પડી હતી. મને ઊંચાઈથી ડર લાગે છે, પરંતુ હું તેમાંથી જરૂરથી બહાર આવીશ'.