જયેશભાઈ જાેરદાર બોક્સ ઓફિસ પર જાેરદાર કમાલ ના કરી શક્યા
- 5:35 pm May 16, 2022
પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન રિપોર્ટ મુજબ, જયેશભાઈ જાેરદારએ રિલીઝના બીજા દિવસે ૩.૭૫થી ૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જાેરદાર'એ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. રિલીઝના પ્રથમ દિવસે 'જયેશભાઈ જાેરદાર'એ ૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. જ્યારે બીજા દિવસે પણ 'જયેશભાઈ જાેરદાર'ની ગતિ ધીમી જાેવા મળી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, 'જયેશભાઈ જાેરદાર'એ રિલીઝના બીજા દિવસે ૩.૭૫થી ૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મતલબ કે 'જયેશભાઈ જાેરદાર'એ રિલીઝના બે દિવસમાં કુલ ૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ત્યારે 'જયેશભાઈ જાેરદાર'ની કમાણીનો આ આંકડો નિરાશાજનક દેખાઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જાેરદાર' રિલીઝ થઈ ગઈ છે. યશરાજ ફિલ્મ્સની 'જયેશભાઈ જાેરદાર'માં રણવીર સિંહ અને શાલિની પાંડે મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ગુજરાતના દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટેડ ફિલ્મ 'જયેશભાઈ જાેરદાર'નું શૂટિંગ ગુજરાતના વિવિધ શહેરોમાં થયું છે. એક ટિ્વટર યૂઝરે લખ્યું કે 'જયેશભાઈ જાેરદાર' કંટાળાજનક ફિલ્મ છે, આ ફિલ્મમાં પૂરતું મનોરંજન નથી અને હસવું પણ નથી આવતું. રણવીર સિંહની એક્ટિંગ સારી છે પણ તેની વાર્તા અને ડિરેક્શન નબળા છે.
જ્યારે અન્ય એક ટિ્વટર યૂઝરે લખ્યું કે 'જયેશભાઈ જાેરદાર' જાેવાની સહેજ પણ મજા ના આવી. એક ટિ્વટર યૂઝરે 'જયેશભાઈ જાેરદાર'ના વિષયની પ્રશંસા કરતા લખ્યું કે પછી એવું ના કહેશો કે બોલિવૂડમાં સારી ફિલ્મો નથી બનતી. કારણકે, સારા વિષય પર બનતી ફિલ્મોમાં દર્શકોની રુચિ નથી. જ્યારે ફિલ્મ ક્રિટિક કેઆરકેનો એવો દાવો છે કે 'જયેશભાઈ જાેરદાર' રિલીઝ થઈ પણ જાેઈએ એટલા દર્શકો મળ્યા નથી. દર્શકો નહીં હોવાથી ૩૦ ટકા જેટલા શૉ કેન્સલ થયા છે. એક યૂઝરે તો એવું લખ્યું કે 'જયેશભાઈ જાેરદાર'માં કશું નવું નથી. ફિલ્મની વાર્તા નબળી છે અને ૩૦ જ મિનિટમાં એવું લાગે છે
કે જાણે આખી ફિલ્મ જાેઈ લીધી હોય. 'જયેશભાઈ જાેરદાર'માં રણવીર સિંહની એક્ટિંગ સારી છે પણ તેની સ્ક્રિપ્ટ નબળી છે. એકદમ બોરિંગ ફિલ્મ છે 'જયેશભાઈ જાેરદાર'. રણવીર સિંહ ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’માં ગુજરાતી યુવકના પાત્રમાં જાેવા મળશે. વર્ષ ૨૦૨૦માં ઈડરિયા ગઢમાં બે દિવસ શૂટિંગ કર્યા બાદ રણવીરે ઈડરના બજારોમાં શૂટિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રણવીરે ઈડરના ટાવર વિસ્તારમાં શૂટિંગ કર્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ ચાલુ હોવાથી ઈડરના લોકોએ બજારો સ્વયંભૂ બંધ રાખ્યા હતા. શૂટિંગ દરમિયાન રણવીર એક્ટિવા પર બેસીને ઈડરની ગલીઓમાં ફરતો જાેવા મળ્યો હતો.