તુષાર કાલિયાએ ત્રિવેણી બર્મન સાથે સગાઈ કરી

  • 5:41 pm May 16, 2022

કરણ જાેહર-શશાંક ખૈતાને આપ્યા અભિનંદનતુષાર અને ત્રિવેણી સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સગાઈની સુંદર તસવીરો શેર કરીને જીવનના નવા સફરની જાણકારી આપી છે

મનોરંજન જગતમાં ટેલેન્ટેડ ડાન્સર અને કોરિયોગ્રાફરની યાદીમાં તુષાર કાલિયાનું નામ ચોક્કસથી આવે, તુષાર કાલિયાએ કેટલાય કલાકારો સાથે કામ કર્યું છે. તે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલાજા'માં કન્ટેસ્ટન્ટ હતો અને ડાન્સ દિવાનેમાં માધુરી દીક્ષિત સાથે જજની ખુરશી પર પણ જાેવા મલ્યો હતો. તુષાર કાલિયાએ રવિવારે ફેન્સ અને ફોલોઅર્સ સાથે પોતાના જીવનમાં થયેલી નવી શરૂઆતની જાણકારી આપી છે. તુષાર કાલિયાએ પ્રેમિકા ત્રિવેણી બર્મન સાથે સગાઈ કરી લીધી છે

 તુષાર કાલિયા અને ત્રિવેણી પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સગાઈની સુંદર તસવીરો શેર કરીને જીવનના નવા સફરની જાણકારી આપી છે. તુષાર કાલિયાએ સગાઈની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એકમાં ત્રિવેણી અને તુષાર પૂજા કરતાં જાેવા મળી રહ્યા છે. સગાઈ પર કપલે પીળા કપડાંમાં ટિ્‌વનિંગ કર્યું હતું. તસવીર શેર કરતાં તુષારે લખ્યું, નવી શરૂઆત. તમારા આશીર્વાદ અને પ્રેમ અમને આપતા રહેજાે. ઈંીહખ્તટ્ઠખ્તીઙ્ઘ ઈંખ્તટ્ઠિંૈંેઙ્ઘી તુષારે આ ફોટોઝ શેર કરતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઝ કપલને અભિનંદન પાઠવવા લાગ્યા હતા. ફિલ્મમેકર કરણ જાેહરે પણ તુષાર-ત્રિવેણીને શુભેચ્છા આપતાં લખ્યું, "વધામણાં." એક્ટ્રેસ સના સઈદે પણ અભિનંદન પાઠવતાં લખ્યું, 'છુુુ કોંગ્રેચ્યુલેશન્સ.' ફિલ્મમેકર શશાંક ખૈતાન અને એક્ટર પુલકિત સમ્રાટે પણ અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પોતાના જન્મદિવસ પર તુષારે ત્રિવેણી સાથેની પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. ત્રિવેણી સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરતાં તુષારે લખ્યું હતું, "તેણીએ હા કહી દીધું. મારા જન્મદિવસ પર આનાથી વિશેષ કશું જ ના માગી શક્યો હોત. સૌથી સારી બર્થ ડે ગિફ્ટ." વર્કફ્રંટની વાત કરીએ તો તુષાર હવે 'ખતરોં કે ખિલાડી ૧૨'માં જાેવા મળશે. રોહિત શેટ્ટી આ શોના હોસ્ટ છે. મનોરંજન જગતના વિવિધ સિતારા આ શોમાં ખતરનાક સ્ટન્ટ કરે છે. શોની બારમી સીઝનમાં અનેરી વજાણી, રાજીવ અડાતિયા, મિસ્ટર ફૈઝુ, શ્રીતી ઝા, કનિકા માન, શિવાંગી જાેષી, ચેતના પાંડે વગેરે જેવા સેલેબ્સ જાેવા મળશે. આ શોનું શૂટિંગ મેના અંતમાં શરૂ થવાનું છે. શો જુલાઈ મહિનામાં ટીવી પર પ્રસારિત થઈ શકે છે.