ચારુ દીકરીના જન્મ પછી અઠવાડિયા સુધી દૂધ નહોતી પીવડાવી શકી

  • 5:43 pm May 16, 2022

ચારુને નણંદ સુષ્મિતા સેને કરી હતી મદદચારુએ જણાવ્યું કે, હું દીકરીને જાેઈને રડવા લાગી હતી કારણકે તે નાનકડી હતી, મેં તેને સી-સેક્શનથી જન્મ આપ્યો હતો

સુષ્મિતા સેનની ભાભી અને અભિનેત્રી ચારુ અસોપા અત્યારે મધરહુડની મજા માણી રહી છે. ચારુ અસોપાએ નવેમ્બર, ૨૦૨૧માં દીકરીને જન્મ આપ્યો હતો. જાે કે તાજેતરમાં ચારુ અસોપાએ એક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે દીકરીના જન્મ પછી તે સ્ટ્રેસમાં આવી ગઈ હતી અને તેને એન્ઝાયટી અટેક પણ આવતા હતા. ચારુ અસોપાએ વાતચીત દરમિયાન ડિલિવરી પછીના સ્ટ્રગલ વિશે ખુલીને વાત કરી હતી. ચારુ અસોપાએ જણાવ્યું કે દીકરી ઝિયાનાના જન્મ પછી પ્રથમ મહિનો અત્યંત મુશ્કેલીભર્યો હતો. તે દીકરીને ૬-૫ દિવસ સુધી સ્તનપાન નહોતી કરાવી શકી, જેના કારણે તેને એન્ઝાયટી થવા લાગી હતી. ચારુ અસોપાએ જણાવ્યું કે, ડિલવરી પછીના શરુઆતના થોડા દિવસ તેણે અલગ અલગ પ્રકારની લાગણીઓનો અનુભવ કર્યો. પરંતુ આ દરમિયાન નણંદ સુષ્મિતા સેને તેને ખૂબ મદદ કરી હતી. ચાલુ અસોપાએ જણાવ્યું કે, હું દીકરીને જાેઈને રડવા લાગી હતી કારણકે તે નાનકડી હતી. મેં તેને સી-સેક્શનથી જન્મ આપ્યો હતો, માટે લેક્ટેશનની શરુઆત નહોતી થઈ. હું તેને દૂધ નહોતી પીવડાવી શકતી. આ માટે હું સ્ટ્રેસમાં હતી. મારી આસપાસના લોકો મને કહેતા હતા કે મારે સ્ટ્રેસ ના લેવો જાેઈએ. તેઓ કહેતા હતા કે ૩-૪ દિવસમાં દૂધ આવવા લાગશે, પરંતુ મારા કેસમાં વધારે સમય લાગી ગયો હતો. સ્ટ્રેસ પર મારો કંટ્રોલ નહોતો. દરરોજ મને એન્ઝાયટી અટેક આવતા હતા. હું હંમેશા વિચારતી રહેતી હતી કે શું હું ઝિયાનાને બ્રેસ્ટ મિલ્ક આપી શકીશ કે નહીં. પરંતુ ત્યારે મેં દૂધ પીવડાવવાની શરુઆત કરી, મને હાશકારો થયો. ડિલિવરી પછી પહેલા થોડાક અઠવડિયા સુધી હોર્મોનલ બદલાવ થઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૧૯માં ચારુ અસોપાએ ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી જ બન્ને વચ્ચે મતભેદની અટકળો શરુ થઈ ગઈ હતી. ચારુ અને રાજીવ થોડો સમય અલગ અલગ રહ્યા હતા. પરંતુ સમયની સાથે મતભેદો દૂર થયા અને તેઓ ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. કરિયરની વાત કરીએ તો ચારુ અસોપાએ અનેક ટીવી શૉમાં કામ કર્યું છે. અગલે જનમ મોહે બિટિયા હી કિજાે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, બડે અચ્છે લગતે હૈ, દેવો કે દેવ મહાદેવ અને અકબર કા બલ બીરબલ જેવા શૉ સામેલ છે. આરુ અસોપાએ ૨૦૧૧માં ૈંદ્બॅટ્ઠંૈીહં દૃૈદૃીા નામની ફિલ્મમાં કામ કર્યુ હતું.