ડાંગ જિલ્લા પોલીસની ટીમે આહવા નગરમાંથી ચોરી થયેલ ઈકો ગાડીને ગણતરીનાં કલાકોમાં જ શોધી કાઢી માલિકને સુપ્રત કરી....

  • 4:08 pm May 19, 2022

સુશીલ પવાર.
       

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે રહેતા શાબિરભાઈ શમદ શાહ નામનાં ઈસમની ઈકો ગાડી.ન.જી.જે.30.એ.2049ને ગત તારીખ 11-05-2022નાં રોજ તેના ઘરેથી કોઈક ચોરી કરી લઈ ગયુ હતુ.આહવાનાં શાબિર શાહની ઈકો ગાડી ચોરાઈ જતા તેઓએ આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.જે ફરીયાદનાં આધારે ગુનો નોંધી ડાંગ એસ.પી રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકોમાં પી.જી.પટેલ,એસ.જી.પાટીલ,પી.એસ.આઈ પી.એચ.મકવાણા, તથા પી.એસ.આઈ.નવીનભાઈ એસ.ભોયેની ટીમો દ્વારા ઈકો ગાડીની શોધખોળ માટે સઘન તપાસ આરંભી હતી.જેમાં આહવાની નેત્રમ પોલીસની ટીમ દ્વારા આહવા નગરમાં લગાવેલ સી.સી.ટી.વી ફૂટેજની તપાસ કરતા આ ચોરી થયેલ ઈકો ગાડી તે જ દિવસે રાત્રે 1:57 મિનિટે આહવાથી શામગહાન તરફ જતા કેપ્ચર થઈ હતી.

જેથી નેત્રમ પોલીસની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.આરોપીએ 5 લાખની કિંમતની ઈકોગાડીની ચોરી કરી ગાડીની ઓરીજીનલ નંબરપ્લેટ કાઢી નાખી હતી.અને  ડુબ્લીકેટ નંબર પ્લેટ  જી.જે.15.પી.પી.7242 લગાવી દીધી હતી.અહી આહવાની નેત્રમ પોલીસની ટીમને આ ઈકોગાડીની હાજરી આહવામાં જણાતા તેઓએ ગણતરીનાં કલાકોમાં જ ઈકો ગાડી સાથે આરોપી નામે દિપકભાઈ મોહનભાઈ માસ્યા ઉ.22 રે.આવડા મુંરબી ફળીયુ તા.ધરમપુર વલસાડનાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગ પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ ઈકો ગાડીની ચોરી કરનાર ઈસમની ધરપકડ કરી ઈકો ગાડીનો કબ્જો મેળવી મૂળ માલિકને સુપ્રત કર્યો હતો.