સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઈતિહાસમાં પ્રથમવાર મહાકાળી માઁ નગરચર્યાએ નીકળ્યા

  • 6:15 pm May 21, 2022

રિપોર્ટર જાકીર મેમણ‌‌‌ ઇડર

વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલ સગર સમાજ સંચાલિત શ્રી નૂતન મહાકાળી માતાજી મંદિર ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજતજયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસે પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડાલી શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ૧૦૦૮ બાળાઓ કળશ અને શ્રીફળ લઈ જોડાઈ હતી. જેમાં ખાસ કરી ને રામાયણ-મહાભારત ના પાત્રો ની વેશભૂષા ની સાથે નાસિક થી ખાસ ઢોલ મંગાવવામાં આવ્યો હતો ત્યારે વડાલીના ઇતિહાસમાં સૌપ્રથમ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું.