બનાસકાંઠાના અનેક ગામોમાં પીવાના પાણી ન આવતા ગામ લોકો હેરાન પરેશાન

  • 4:06 pm May 22, 2022

રિપોર્ટર-જીતેન્દ્ર સોલંકી

ગુજરાતમા ઠેર ઠેર રોડ રસ્તા અને પાણી ની સમશ્યાઓ દૂર થઈ ત્યારે દાંતા તાલુકાના કુંડેલ ખાઈવાડ અને પાણોદરા મા પીવાના પાણી ન આવતા ગામ લોકોએ પોતાની સમશ્યા મીડિયા સમક્ષ વર્ણવી

વાત કરવામાં આવે બનાસકાંઠાના દાંતા તાલુકાની તો દાંતા તાલુકાના ખાઈવાડ પાણોદરા અને કુંડેલ ગામ મા પીવાના પાણી ન આવતા ગામ લોકો મા રોષ જોવા મળ્યો હતો ત્યારે હાલમાં નવીન ચૂંટાયેલા સરપંચ ને પાણીને લઇ અનેકો વાર રજૂઆતો કરવા છતાં પણ ગામમાં પાણીની સમશ્યા નો કોઈજ નિકાલ ન આવતા ગામ લોકોએ પોતાની વેદના મીડિયા સમક્ષ રજુ કરી હતી વધુમાં વાત કરવામાં આવે ખાઈવાડ ગામની તો આ ગામમાં ઢોરો ને પણ પાણી વગર તરશે મારવાનો વારો આવી રહ્યો છે  તેવામાં ખાઈવાડ ગામના એક જાગૃત યુવાને સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 1916 પર જાણ કરી ફરિયાદ કરવામાં આવી છે હવે એ જોવું રહ્યું કે આ ગામ માં કેટલા સમયમાં પાણી પુરૂ પાડવામાં આવે છે વધુમાં ગામ લોકો ને પૂછતા ગામના લોકોએ જણાવ્યું હતું કે જો આ બાબતે કાયમી નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું...