મહીસાગર જિલ્લામાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી અંતર્ગત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં શપથ ગ્રહણ કરતાં જિલ્લાના અધિકારી

  • 4:19 pm May 22, 2022

સમગ્ર દેશમાં દર વર્ષે ર૧ મે “આતંકવાદ વિરોધી દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસક સંપ્રદાયથી દૂર રહી સામાન્ય લોકોની વેદનાને સમજવા અને રાષ્ટ્રીય હિત માટે કામો કરવા પ્રેરીત કરવાનો છે. આ દિવસને ઉજવણીમાં વિવિધ આતંકવાદ વિરોધી કાર્યક્રમોનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. 
   

 જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દર વર્ષે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓ, જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા, માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તથા માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો સામે લડવા માટે એકજુથ બનીને શપથ ગ્રહણ કરવા જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ મહીસાગર  જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં  જિલ્લા  વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણી સહિત જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓએ આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને રહેવાના શપથ ગ્રહણ કરી “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરી હતી.
       

આ ઉપરાંત કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિત સમગ્ર સેવા સદન, પંચાયત સદન, પ્રાંત કચેરીઓ, તમામ તાલુકા મથકની કચેરીઓ, આઇ.ટી.આઇ., કચેરીઓમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓએ પથ શપથ ગ્રહણ કર્યા હતા. 

 

તસવીર.ભીખાભાઈ ખાંટ 
મહીસાગર