બોબી પટેલ બાંગ્લાદેશ ભાગવાની ફિરાકમાં

  • 5:34 pm May 22, 2022

લાખો રુપિયા લઈ અમેરિકા મોકલતા મહેસાણાના એજન્ટો હવે મધ્ય ગુજરાતમાં શિફ્ટ થયાના સમાચારો વહેતા થયાગેરકાયદે અમેરિકા મોકલતા મહેસાણાના એજન્ટોએ ઠેકાણું બદલ્યું?

ગુજરાત પોલીસની ભીંસ વધતા લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા મહેસાણાના એજન્ટોએ પોતાનું ઠેકાણું બદલ્યું છે. બીજી તરફ, ડીંગુચા કેસમાં કથિત સંડોવણી ધરાવતો એજન્ટ ભરત પટેલ ઉર્ફે બોબી હાલ પશ્ચિમ બંગાળમાં હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, ભરત પટેલ ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશ ભાગી જવાની ફિરાકમાં છે. જેને લઈને પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસ તેમજ બીએસએફને એલર્ટ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરત પટેલ પોલીસને હાથતાળી આપી રહ્યો છે. તેણે સરેન્ડર કરવા માટે પણ ઓફર કરી છે, પરંતુ પોલીસ તેની ધરપકડ કરવા માગે છે. અગાઉ ભરત પટેલનું લોકેશન પંજાબમાં પણ ટ્રેસ થયું હતું. તેને પકડવા માટે પોલીસે ઠેર-ઠેર ટીમો પણ મોકલી છે, પરંતુ હજુ સુધી તે હાથમાં નથી આવી શક્યો. ભરત પટેલનો સાથી ચરણજીત સિંહ પણ પોલીસથી બચવા માટે અમેરિકા ભાગી ગયો છે. ચરણજીત પાસે તો અમેરિકાનો પાસપોર્ટ પણ છે. બોબી પણ ૧૯૯૭માં અમેરિકા ગયો હતો પરંતુ પકડાઈ જતાં અમેરિકામાં તેના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. અલગ-અલગ નામ અને સરનામાવાળા પાસપોર્ટ ધરાવતા ભરત પટેલે તેના પર વિદેશ યાત્રાઓ પણ કરી છે. બીજી તરફ, મહેસાણામાં સક્રિય એજન્ટો હવે આણંત તેમજ મધ્ય ગુજરાતના અલગ-અલગ ઠેકાણેથી ઓપરેટ કરી રહ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. હાલમાં જ વિદેશ મોકલવાની લાલચે મહેસાણાના એક યુવકની સાથે આણંદના એજન્ટે કરેલી ઠગાઈના કેસમાં તપાસ કરતા પોલીસને આ દિશામાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. મિરરના અહેવાલ અનુસાર, મહેસાણાના પાર્થકુમાર જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મહેસાણાના જ બિમલ ચૌધરી નામના શખસ મારફતે આણંદના કુલદીપસિંહ વાઘેલાને મળ્યો હતો. કુલદીપે પાર્થને કેનેડા મોકલવાની સાથે ત્યાં નોકરી અપાવવાનું વચન