આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારએ લુણાવાડાની જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી

  • 6:06 pm May 22, 2022

બારેલા, કડાણા, સંતરામપુર સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની  પણ મુલાકાત કરી.

તબીબોની ઘટ પૂર્ણ કરી આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા સરકાર કટિબધ્ધ આરોગ્ય રાજય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર 

રાજયના આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારએ આજે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની જનરલ હોસ્પિટલ સહિત બારેલા, કડાણા, સંતરામપુર સહિત વિવિધ સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી.આરોગ્ય રાજય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની આ આકસ્મિક મુલાકાતથી આરોગ્ય તંત્ર સર્તક બન્યું હતું. મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન જનરલ હોસ્પિટલ, લુણાવાડા સહિત સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના દર્દીઓ સાથે સીધો સંવાદ સાધી તેઓની સાથે વાર્તાલાપ કરી તેઓને સારવારમાં કોઇ તકલીફ પડે છે કે કેમ ? કયા-કયા સાધનો ઉપલબ્ધ છે, કેટલા તબીબો છે, સ્ટાફ સહિત ઉપલબ્ધ દવાઓનો જથ્થા સહિત હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં આપવામાં આવેલ સારવાર-નિદાન અને સ્ક્રિનીંગની એમ તમામ પ્રકારની વિગતો મેળવી હતી. 
    આમ આરોગ્ય રાજય મંત્રી શ્રીમતી સુથારએ તબીબો અને આરોગ્ય ટીમોને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તે માટે તેઓ બંધાયલા હોઇ તેઓએ તેમના હૃદ્ય ઉપર હાથ રાખીને પ્રજાજનોની સેવા કરતા રહેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી તમામને તેઓની જવાબદારીઓ સમયમર્યાદામાં કર્તવ્ય અને નિષ્ઠાથી બજાવવી પ્રજાની સેવા કરવાની શીખ આપી હતી.મંત્રી શ્રીમતી સુથારએ તેમની આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી ટેલિ મેડીસીન, નિરામય ગુજરાત, આયુષ્યમાન કાર્ડ અન્વયે કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ તબીબો, નર્સિગ સ્ટાફ અને આરોગ્યના અધિકારીઓ સાથે આરોગ્યની સેવાઓને લગતા વિવિધ સૂચનો કરી ચર્ચા-વિચારણ કરી જરૂરી વિગતો મેળવી હતી. 
    શ્રીમતી સુથારએ જિલ્લામાં નવી બની રહેલ સિવિલ હોસ્પિટલની ચાલુ રહેલ કામગીરીની પણ સ્થળ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી જેથી જિલ્લામાં અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ ઝડપથી કાર્યરત કરી શકાય. .

તસવીર.ભીખાભાઈ ખાંટ