ઓલપાડ તાલુકા નાં કમરોલી-નધોઈ ગામ ની સીમ માંથી ૮૨ હજાર નો વિદેશી દારૂ ઓલપાડ પોલીસ એ ઝડપીયોં

  • 3:17 pm May 26, 2022

ઓલપાડ પોલીસ દ્રારા ઓલપાડ ટાઉન સહિત ગામડાઓમાં દેશી તેમજ વિદેશી દારૂ ઝડપવા સામે લાલ આંખ કરતાં બુટલીગરો માં ફફરાટ 


ઓલપાડ:-થોડા દિવસ અગાઉ વિઝલસ ની રેડ માં ઓલપાડ ટાઉન માંથી વિદેશીદારૂ તેમજ બે લાખ થી વધુ ની રોકડ રકમ મળી આવતાં જે ધટના માં ઓલપાડ પોલીસ સ્ટેશન પી.આઈ સસ્પેન્ડ કરી દેતાં ઓલપાડ પોલીસ દ્રારા ઓલપાડ તાલુકામાં ચાલતાં દારૂ નાં ધંધા સામે વધુ લાલ આંખ કરી છે.અને કમરોલી-નધોઈ સીમ માંથી ૮૦,૦૦૦ હજાર થી વધુ નો દારૂ ઝડપી પાડી બુટલીગર સહિત તેનાં સાગરિતો ને વોન્ટેડ જાાહેર કરવામાં આવ્યો છે

                  મળતી વિગતો અનુસાર ગઈકાલે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં ગૌતમ ધેલા ભરવાડ,હેમંત રતિલાલ સહિતના ઓ ને ખાનગી રાહે ગઈ કાલે રાત્રી દરમિયાન કમરોલી ગામે રેહતો દિવ્યેશ હસમુખ પટેલ સહિત તેમનાં સાગરિતો દ્રારા વિદેશી દારૂ નો જથ્થો ઉતારી હેરા-ફેરી કરવાના હોય જેવી ખાનગી બાતમી આધારે ભાવિન રમણ, શક્તિસિંહ નારૂલ,નિતેશ માનસીંગ સહિતના ઓ સાથે મળી ઓલપાડ તાલુકા નાં કમરોલી-નધોઈ ગામ ની સીમ માં રેડ કરતાં ૮૨,૮૦૦ કિંમત વિદેશી દારૂ ઝડપવામાં ઓલપાડ પોલીસ ને સફળતાં મળી હતી. જ્યારે પોલીસ જાઈને ભાગી ગયેલ બુટલીગર દિવ્યેશ હસમુખ પટેલ સહિત તેનાં સાગરિતો ને વોન્ટેડ જાહેર ઓલપાડ પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.