નવસારી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા પોલીસને બાતમી મળતાં

  • 3:28 pm May 26, 2022

 

વાંસદાથી વઘઇ જતા માર્ગના વોચ ગોઠવાઈ હતી વર્ણન મુજબની પિકઅપ વાન નવતાડ પાસેથી પસાર થતાંની સાથે પકડી પાડી હતી

જેમાં તપાસ કરતા સડેલા શાકભાજીના આડમાં લઈ જવાતો રૂપિયા ૧,૯૦ લાખનો દારૂ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ પિકઅપ વાન માંથી દારૂ તેમજ વહીસ્કી બોટલ નંગ ૧૦૩૨ જેની કિંમત ૧,૯૦ લાખ ગણી ચાલક મોહનલાલ તુલસીરામ રાબરા રહે.રાજસ્થાન અને ક્લીનર રામલાલ ડવરારામ મેઘવાળ રહે.ડીંડોરી નાસિક, ની ધરપકડ કરી પૂછપરછ દરમ્યાન આ દારૂ ભરેલી પિકઅપ રાજુ વિષ્ણુ ગોપાલ સોની,જય રાજુભાઇ સોની, બન્ને રહે.પંચવટી નાસિક,તથા રાજારામ ડવરારામ હાલે રહે.લીંબાયત સુરત જણાવ્યું હતું કે આ પિકઅપ સુરત ખાતે આવેલ સરદાર માર્કેટ પાસે એક શખ્સ લેવા આવશે તેમ જણાવતા વાંસદા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી