નિઝર યુવા કોંગ્રેસ દ્વારા ઉચ્છલ મામલતદારને અપાયું આવેદન

  • 3:32 pm May 26, 2022

વિદ્યાર્થીઓને.જાતિ અંગેનો દાખલા ઓ તાત્કાલિક ધોરણે સરળ પ્રક્રિયા માં.મળી .રહે.તે બાબતે અપાયું  આવેદન 
:- 
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલના તબક્કે વિદ્યાર્થીઓને એટલે કે ધોરણ આઠ થી કોલેજ વગેરે ડિગ્રી શિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે જે પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ફોર્મ સાથે ફરજિયાત જાતિ અંગેનો દાખલો જોડવો પડે છે અને ત્યારબાદ જ પ્રવેશ ફોર્મ જેતે શાળા કોલેજમાં સ્વીકારવામાં આવે છે જાતિ નો દાખલો મેળવવા માટે ખૂબ લાંબી અને અઘરી પ્રક્રિયા છે બે સોગંદનામા કરવા પડે છે. અને પેઢીનામું કરી આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે છે જેમાં ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જતો રહે છે તેથી પ્રવેશ પ્રક્રિયા થી વંચિત રહેવું પડે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય છે. ૨૦૨૧ની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જાતિ અંગે દાખલા મેળવવા માટે નામદાર ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી તાત્કાલિક ધોરણે સાદી અને સરળ પ્રક્રિયા કરવામાં આવી હતી. એજ પરિપત્ર લાગુ કરી જાતિના દાખલા મેળવી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી સાથે સાથે એવી પણ માગણી કરવામાં આવી હતી કે 2021 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ગુજરાત સરકાર દ્વારા જાતિ દાખલા મેળવવા પરિપત્ર જાહેર કરેલો તે કાયમી લાગુ કરવામાં આવે, તેમજ વિદ્યાર્થી અને વાલીની લીવીંગ સર્ટીના આધારે જાતિનો દાખલો આપવામાં આવે તેમજ સોગંદનામુ કરવાનું બંધ કરવામાં આવે વગેરે માગણીઓ સાથે નિઝર વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્છલ મામલતદારને રજૂઆત કરી હતી.........