કરજણ માં ભારતીય જનતા પાર્ટીના વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ એકજ ગામમાં બે વાર જોવા મળ્યા.

  • 3:33 pm May 26, 2022

મુકેશ અઠોરા.

  ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ ભરતમુની અને APMAC માં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કરજણ શિનોર તાલુકાના એકજ પક્ષ ના ચાલુ સત્તા ના ધારાસભ્ય સભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય. અને એકજ વિષય વન ડે વન ડિસ્ટ્રિક્ટ પોગ્રામ બન્ને અલગ અલગ કેમ? સુ રાજકારણ માં તિરાડ?

આજ રોજ કરજણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતાના પ્રશ્નો ને વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના તેજસ્વી ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એકજ પાર્ટી નો હતો પરંતુ અલગ અલગ જગ્યા એ રાખવામાં આવ્યો હતો. એક કાર્યક્રમ ભરતમુનિ હોલમાં બીજો કાર્યક્રમ APMC માં રાખવામાં આવ્યો હતો.વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ માં લોકોના પ્રશ્નો ને વાચા આપતો કાર્યક્રમ હતો પરંતું અલગ અલગ કેમ? કાર્યક્રમ ના મુખ્ય અતિથિ પણ એકજ તો પણ બન્ને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો

. સુ કરજણ શિનોર રાજકારણ માં તિરાડ પડી છે? તેવી લોક ચર્ચા સાંભળવા મળી હતી.કાર્યક્રમ માં લોકોએ પોતાના મંતવ્ય પણ રજુ કર્યા હતા અને સી. આર. પાટીલ સાહેબે લોકોના પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ આવે તેવી પણ બાંહેધરી આપી હતી.કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત અધ્યક્ષ  સી. આર. પાટીલ, ગુજરાત પ્રદેશ મહા મંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, વડોદરા જિલ્લા પ્રમુખ પરાક્રમ સિંહ જાડેજા, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, વડોદરા ભૂતપૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, કરજણ શિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોર ના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.