ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધવલીદોડ ગામ નજીક ઓવરલોડ પીકઅપ વાન ના બંને વ્હિલ હવામાં અધ્ધર ઊંચકાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો....

  • 3:34 pm May 26, 2022

સુશીલ પવાર. ડાંગ
                             

 પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આહવાથી સિમેન્ટનાં પતરા અને સિમેન્ટની ખાંબલીનો જથ્થો ભરી ધુડા તરફ જઈ રહેલ પીકઅપ વાન ન.જી.જી.19.યુ.2307 જે આહવાથી ધુડાને જોડતા આંતરીક માર્ગનાં ધવલીદોડ ગામ તરફ જઈ રહી હતી.તે વેળાએ ઓવરલોડ સામાનનાં પગલે આ પીકઅપ વાનનું સંતુલન ખોરવાઈ જતા માર્ગમાં જ આગળનાં બન્ને વ્હિલ સાથે હવામાં અધ્ધર ઊંચકાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અહી સ્થળ પર પીકઅપ વાનમાં ભરેલ સામાન પાછળ ખસી જતા આગળનો બોનેટનો ભાગ અધ્ધર હવામાં ઊંચકાઈ ગયો હતો.જેથી ચાલક અને સવાર મુસાફરોએ સમયસુચકતા વાપરી નજીકમાંથી લાકડુ શોધી આ પીકવાનનાં આગળનાં ભાગને ટેકો આપતા મોટી દુર્ઘટના ટળી હતી.આ બનાવમાં  પિક અપ વાન ને નહીં પરંતુ પીકઅપ વાનમાં ભરેલ સિમેન્ટનાં પતરાની તૂટફુટ થતા માલિકને  નુકસાન થયુ હતુ....