દાર્જિલિંગની હોટેલમાં કરીના-જેહનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત
- 3:55 pm May 26, 2022
કરીનાએ પતિ તેમજ મિત્રો સાથે લીધું ડિનરવિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠનું શૂટિંગ કરી રહી છે કરીના કપૂર
બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખૂબ જલ્દી ર્ં્્ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. હાલ તે હાલ વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સુજાેય ઘોષના 'ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠના શૂટિંગમાં વ્યસ્ત છે. કરીના હાલ દાર્જિલિંગમાં શૂટિંગ કરી રહી છે, જ્યાં તેનો નાનો દીકરો જેહ પણ કંપની આપી રહ્યો છે. દાર્જિલિંગની હોટેલમાં જ્યારે કરીનાએ દીકરા સાથે ચેક-ઈન કર્યું ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોટેલના સ્ટાફને મા-દીકરાનું સ્વાગત કરતા જાેઈ શકાય છે. તેમણે કરીનાને રિફ્રેશમેન્ટ માટે નારિયેળ પાણી પણ ઓફર કર્યું હતું. આ સિવાય ફૂલનો ગુલદસ્તો અને સફેદ શૉલ ગિફ્ટમાં આપી હતી. વીડિયોમાં કરીના કપૂરને કેઝ્યુઅલ ગાઉટફિટમાં જાેઈ શકાય છે. તેણે સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે તો જેહને આયાએ તેડ્યો છે. જ્યારે કરીનાને નારિયેળ પાણી આપવામાં આવે છે ત્યારે તે વિનમ્રતાથી 'આઈ એમ ફાઈન' કહીને ના પાડી દે છે. સૌથી પહેલા કરીના કપૂર જેહને લઈને દાર્જિલિંગ ગઈ હતી. જે બાદ સૈફ અલી ખાન તૈમૂરને લઈને ત્યાં પહોંચ્યો હતો. આમ પટૌડી પરિવાર ત્યાંના વાતાવરણની મજા લઈ રહ્યો છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને ત્યાં મેનેજર તેમજ કેટલાક ખાસ મિત્રો સાથે ડિનર પણ લીધું હતું. જેની તસવીર સામે આવી છે. જેમાં કપલને સફેદ કલરના વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ કરતું જાેઈ શકાય છે. ફિલ્મની વાત કરીએ તો, એક્ટ્રેસ હાલ 'ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠનું શૂટિંગ કરી રહી છે. જેમાં તે પહેલીવાર વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રિન શેર કરવાની છે, જેઓ પહેલાથી ર્ં્્ પ્લેટફોર્મ પર ફેમસ છે. જાપાનીઝ લેખક દ્ભીૈર્ખ્ત ૐૈખ્તટ્ઠજરૈર્હ દ્વારા લખવામાં આવેલી 'ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠએ તેમની ડિટેક્ટિવ ગેલિલિઓ સીરિઝનો ત્રીજાે ભાગ છે. કહાણી એક સિંગલ મધરની આસપાસ ફરે છે જે વિચારે છે કે આખરે તે તેના અબ્યુસિવ પૂર્વ-પતિના ચુંગાલમાંથી છુટી ગઈ છે પરંતુ તેણે જે વિચાર્યું હોય છે તેમ થતું નથી. કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝની પણ રાહ જાેવાઈ રહી છે, જે ઓગસ્ટમાં થિયેટરમાં આવવાની છે. ફિલ્મ હોલિવુડની 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રિમેક છે.