આલિયાની ફિલ્મ ડાર્લિંગ OTT રીલિઝ થશે
- 3:57 pm May 26, 2022
ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં રીલિઝ થવાની ચર્ચા હતીબોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ લગ્ન પછી જ કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી, હવે ફિલ્મ ડાર્લિંગમાં જાેવા મળશે
બોલિવૂડ અભિનેત્રી પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી રણબીર કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. લગ્ન પછી રણબીર અને આલિયા બન્ને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આલિયા ભટ્ટ માટે પણ ઘણી ફિલ્મો રાહ જાેઈ રહી હતી. તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ડ્ઢટ્ઠઙ્મિૈહખ્તજનું શૂટિંગ સમાપ્ત કરી લીધું છે. આલિયા ભટ્ટની આ ફિલ્મને લગતી એક મોટી જાણકારી આજે સામે આવી છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ મુખ્ય પાત્રોમાં જાેવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ નથી થવાની. આલિયા ભટ્ટ અને ફિલ્મની અન્ય કાસ્ટે આજે જાહેરાત કરી છે કે ફિલ્મ ડાર્લિંગ્સ સિનેમાઘરોમાં નહીં પણ ઓટીટી પર રીલિઝ થવાની છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ડિજિટલ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે. આલિયા ભટ્ટે એક ફની અંદાજમાં આ જાણકારી આપી છે. વીડિયોમાં તમામ કાસ્ટ એક આગવા અંદાજમાં જાણકારી આપી રહ્યા છે કે ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવાની છે. જાે કે હજી રીલિઝ ડેટ સામે નથી આવી. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન પણ આ ફિલ્મ સાથે સંકળાયેલો છે. શાહરુખ ખાનની કંપની રેડ ચીલિઝ તેને પ્રોડ્યુસ કરી રહી છે. શાહરુખ અને આલિયા આ પહેલા ડિયર ઝિંદગીમાં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ આ ફિલ્મમાં શાહરુખ ખાન મેકર છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મ સાથે જસમીન કે કૈને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહી છે. તેણે અનેક ફિલ્મોમાં અસોસિએટ ડિરેક્ટર અને ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આ પહેલા તેણે ફોર્સ ૨, ફન્ને ખાં અને પતિ પત્ની ઔર વો જેવી ફિલ્મો લખી છે. ઉલ્લેખનીય છે કે ડાર્લિંગ્સ એ માતા અને દીકરીની સ્ટોરી છે. આ પાત્રો શેફાલી અને આલિયા દ્વારા ભજવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટોરી મુંબઈમાં એક મિડલ ક્લાસ પરિવારના બેકડ્રોપ પર સ્થાપિત છે અને બે મહિલાઓના જીવનને દર્શાવવામાં આવ્યું છે. આ બન્ને મહિલાઓને અસાધારણ સ્થિતિમાં સાહસ અને પ્રેમ બન્ને મળી જાય છે.