અભિનેત્રી અમીષા પટેલે ઈન્સ્ટા પર વીડીયો શેર કર્યો
- 3:58 pm May 26, 2022
અમીષા આજે પણ પહેલાં જેવી જ સેક્સી લાગે છેઅમીષા પટેલે એવું પણ કહ્યું કે, કેટલાક લોકો મને દેખાડો કરતી મહિલા પણ કહેતા હતા પરંતુ એવું કાંઈ નથી
આ ગુજરાતી છોકરી તેની પહેલી જ ફિલ્મથી બોલીવુડમાં રીતસરની છવાઈ ગઈ હતી. પહેલી ફિલ્મમાં તેને જે પ્રકારે સફળતા મળી હતી કદાચ ભાગ્યે જ કોઈને પહેલી જ ફિલ્મમાં આટલી મોટી સફળતા મળી હશે. અમે વાત કરી રહ્યાં છીએ કહોના પ્યાર હૈથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ગુજ્જુ ગર્લ અમીષા પટેલની. ગદરઃ એક પ્રેમકથા'થી જાણીતી થયેલી અમીષા પટેલ ફરી ચર્ચામાં આવી છે. તે પણ એક ઈન્સ્ટા વીડિયોના કારણે. જાણો એવું તો શું છે આ વીડિયોમાં કે ફરી છવાઈ ગઈ છે અમીષા. કહોના પ્યાર હૈ થી કારકીર્દિ શરૂ કરનાર અભિનેત્રી અમીષા પટેલ હાલ ફિલ્મોથી તો દૂર છે પરંતુ પોતાની બોલ્ડ અદાઓના કારણે હંમેશા ચર્ચામાં આવતી રહે છે. અમીષા પટેલનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોસથી ભરેલું હોય છે. એમાં પણ હાલમાં તેણે શેર કરેલો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં અમીષા સોફા પર બેઠી છે. તેના વાળ ખુલ્લા છે અને હાથમાં મોબાઈલ છે. ડેનિમ અને વ્હાટઈ હોટ ટોપમાં અમીષા સૌ કોઈને કાયલ કરી રહી છે. જાે કે, લોકોએ તેના આ વીડિયો પર ગંદા કમેન્ટ્સ પણ કર્યા છે. આ સાથે અમીષાએ એવું પણ કહ્યું કે, કેટલાક લોકો મને દેખાડો કરતી મહિલા પણ કહેતા હતા. પરંતુ એવું કાંઈ નથી. તેનો ઉછેર જ એવી રીતે થયો છે. ગદરની સકીનાનો આ વીડિયો તો જાણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. આ વીડિયોની સાથે અમીષાનું એક નિવેદન પણ વાયરલ થયું છે. જેમાં તે કહી રહી છે કે, કેવી રીતે ઈન્ડસ્ટ્રીના લોકો તેને ઘમંડી સમજતા હતા, કારણ કે તે ઓછી વાતો કરતી હતી. તે પુસ્તકોમાં ખોવાયેલી રહેતી હતી. મહત્વનું છે કે, અમીષા પટેલ હાલ તેની આગામી ફિલ્મ 'ગદર ૨'ના કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેની સાથે સની દેઓલ નજર આવશે. આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમકથા'ની સીક્વલ છે. ભલે છેલ્લાં કેટલાંક સમયથી અમીષા પટેલ ફિલ્મોમાં બહુ દેખાઈ ન હોય પણ તે હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. અમીષા અવાર નવાર પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો વાયરલ કરીને પોતાના ચાહકોને ખુશ કરતી રહે છે.