તારક મેહતા શોના દયાબેને દીકરાને જન્મ આપ્યો

  • 4:03 pm May 26, 2022

દયાબેન બીજી વખત બન્યા માતાતારક મેહતા શોમાં દયાબેનની ભૂમિકામાં જાેવા મળતા દિશા વાકાણીએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનું પાત્ર ભજવી જાણીતા બનેલા દિશા વાકાણી બીજીવાર માતા બન્યા છે. દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેમના ભાઈ મયૂર વાકાણીએ કરી છે. મયૂર વાકાણી મામા બની ગયા છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.  તારક મેહતા શોમાં સુંદરલાલના પાત્રમાં જાેવા મળતા મયૂર વાકાણીને પણ લોકો ખુબ પસંદ કરે છે. મયૂર વાકાણી સ્ક્રીન પર દયાબેનના ભાઈની ભૂમિકામાં જાેવા મળે છે પરંતુ તે રિયલ લાઇફમાં દિશા વાકાણીનો સગો ભાઈ છે. મયૂર બીજીવાર મામા બન્યા બાદ ખુબ ખુશ છે. મયૂરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમના પ્રમાણે- ૨૦૧૭માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે બીજીવાર માતા બની છે અને હું મામા. જેનાથી પરિવારજનોમાં ખુશીની લહેર છે. તારક મેહતા શોમાં દયાબેનની ભૂમિકામાં જાેવા મળતા દિશા વાકાણીએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં પરત ફર્યા નથી. તો શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ હતુ કે આ વર્ષે દયાબેનના પાત્રની વાપસી થઈ જશે. પરંતુ તેમણે તે જણાવ્યું નથી કે આ પાત્ર માટે દિશા વાકાણી વાપસી કરશે કે કોઈ અન્ય આ ભૂમિકામાં જાેવા મળશે. હવે દિશા વાકાણીના બીજીવાર માતા બનવાના સમાચાર સામે આવતા નક્કી થઈ ગયું કે તે શોમાં પરત ફરવાના નથી. હવે તેમની જગ્યાએ દયાબેનની ભૂમિકામાં અન્ય કોઈ જાેવા મળી શકે છે.