ડાંગ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ઉગ્ર બની..

  • 3:40 pm May 27, 2022

સુશીલ પવાર. ડાંગ
                                  

ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વઘઇ જિલ્લા સીટનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે કામો બાબતે વાંધો ઉઠાવી શાબ્દિક તડાફડી બોલાવતા વાતાવરણ ગરમાયુ હતુ......                               પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ વિપીન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી.આજરોજ યોજાયેલી ખાસ સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવી,પ્રશ્નોતરી, અમલવારી,નવા વાહન ખરીદવા અંગેની મંજૂરી  બાબતેની ચર્ચા કરાઈ હતી.અહી વઘઇ જિલ્લા સીટનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે આયોજનનાં કામો જિલ્લા સદસ્યની જાણ બહાર કાઢી નાખતા હોવાનાં આક્ષેપ કરી શાબ્દિક ટપાટપી કરી ચાલુ સામાન્ય સભામાંથી બહાર નીકળી જતા સોંપો પડી ગયો હતો.ડાંગ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રથમ વખત રકઝક વાળી બનતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે...