કરણ જાેહરની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં ઉમટ્યું આખું બોલિવુડ

  • 4:33 pm May 28, 2022

મમ્મી નીતુ કપૂર સાથે રણબીર પહોંચ્યો હતોઆમિર ખાન એક્સ-વાઈફ કિરણ રાવ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો ઃ ભાઈ ઈબ્રાહિમ અલીખાન સાથે આવી સાર

ફિલ્મમેકર કરણ જાેહરે પોતાના ૫૦મા બર્થ ડે પર ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણ જાેહરે મુંબઈના એક જાણીતા સ્ટુડિયોમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં લગભગ આખું બોલિવુડ ઉમટ્યું હતું. કરણ જાેહરની ૫૦મી બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, રણવીપ સિંહ, વિકી-કેટરિના, રણબીર અને નીતૂ કપૂર, કાજાેલ, જૂહી ચાવલા, સોનાલી બેન્દ્રે, રવિના ટંડન, વિજય દેવરાકોંડા, કરીના કપૂર, સૈફ અલી ખાન, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, ઈબ્રાહિમ અને સારા અલી ખાન, શ્વેતા બચ્ચન નંદા, તારા સુતરિયા-આદર જૈન, અરમાન-જૈન અને પત્ની અનિસા, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય, નવ્યા નવેલી નંદા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, કાજાેલ, મનીષ મલ્હોત્રા, સિદ્ધાર્થ મલ્હોત્રા, ક્રિતી સેનન, વરુણ ધવન, કિયારા અડવાણી, પરિણીત ચોપરા, પ્રીતિ ઝિંટા, ઈશાન ખટ્ટ, દિવ્યા ખોસલા કુમાર અને તેના પતિ ભૂષણ કુમાર, રૅપર બાદશાહ સહિતના જાણીતા સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા. કરણ જાેહરના બર્થ ડે પાર્ટીમાં સામેલ થયેલા સેલિબ્રિટીઝની કેટલીય તસવીરો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં કરણ જાેહર ગ્રીન રંગનો શિમરી સૂટ, બો ટાઈ અને પેન્ટ પહેરીને આવ્યો હતો. બર્થ ડે બોય આ સૂટમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા લાલ રંગના ગાઉનમાં જાેવા મળી હતી. 

સંજય કપૂરની દીકરી શનાયા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે ત્યારે તેણે પણ કો-એક્ટર્સ સાથે પાર્ટીમાં પોઝ આપ્યા હતા. કરણની પાર્ટીમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયા પિંક આઉટફિટમાં ખૂબસૂરત લાગતી હતી. કરણ જાેહરની ગ્રાન્ડ પાર્ટી માટે પાંચ લેયરની ચોકલેટ કેક લાવવામાં આવી હતી. સામે આવેલા વિડીયોમાં કરણ કેક ખાધા બાદ એક્ટ્રેસ પરિણીતી ચોપરાને ભેટતો જાેવા મળી રહ્યો છે. કરણની 

(અનુસંધાન નીચેના પાને)