બોટાદ : નવ નિયુક્ત મામલતદારે કરી રેડ, ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપાયો
- 10:21 pm July 22, 2022
બોટાદના હારણકુઈ સોસાયટીમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાનો મસમોટો જથ્થો ઝડપયો છે. પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સંયુક્ત રેડ કરતા જથ્થો ઝડપયો છે. જો કે ગોડાઉનમાલિકે આક્ષેપ કર્યો હતો કે અન્ય ગેરકાયદેસર ગોડાઉન ચાલતા હોય તો પણ માત્ર મારે ત્યાં જ રેડ કરવામાં આવે છે. નવ નિયુક્ત મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું કે આવી તમામ જગ્યા પર કામગીરી કરવામાં આવશે.
ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપયો તેવી ઘટના વારંવાર પ્રકાશ માં આવતી હોય છે અને ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો એકત્રિત કરનાર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. બોટાદ શહેર માં થોડા દિવસો પહેલા એક ટ્રક ગેરકાયદેસર ચોખા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી ત્યાં ફરી આજે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપયો.
બોટાદ શહેરના હારણકુઈ વિસ્તારમાં અલાઉદીન પરમાર નામની વ્યક્તિના ગોડાઉનમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાની હેરાફેરી થતી હોય તેવી માહિતી મળતા બપોરના સમયે બોટાદ પ્રાંતકચેરીના નાયબ મામલતદાર તેમજ બોટાદના નવ નિયુક્ત મામલતદાર અને સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેડ કરતા રેશનનો મોટો અનઅધિકૃત ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોડાઉન મલિક અલાઉદીન પરમારના આક્ષેપ પર નવ નિયુક્ત પ્રતિક્રિયા આપતા મામલતદારે કહ્યું કે તેઓ હમણાં જ આવ્યા છે, આગામી દિવસોમાં અન્ય જગ્યા પર પણ કામગીરી કરશું તેમજ હાલમાં ઝડપાયેલા જથ્થાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ.
રિપોર્ટર- જયરાજ ડવ