બાબરા તાલુકાના ગળકોટડી ગામે મહિલાને પિલર સાથે બાંધીને ઢોરમાર, અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો..

  • 8:37 pm December 13, 2022
રિપોર્ટર- મૌલિક દોશી

 

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં સભ્ય સમાજની વચ બચાવી નાખે તેવો દ્રશ્ય સામે આવ્યો છે પીડિત ગામમાં રહેતી મહિલાનો પતિનું અવસાન થયા બાદ મહિલાએ અન્ય પુરુષ સાથે મહિલાએ લગ્ન કર્યા હતા જે પત્નીના મૃત પતિના પરિવારજનોને પસંદ ન આવતા પીડિત મહિલાને અસઈય સજા ફટકારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

અન્વયે બાબરા પોલીસએ ફરીયાદી બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમા લગ્ન કરેલ હોય તે બાબતેનુ મનદુખ રાખી ફરી. તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા આ કામના ભોગબનનાર/ફરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નેણંદના પતિ તથા અન્ય એક મહીલા દ્વારા પોતાના ભાઇના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ તેમજ મહીલાને ધસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ઘા સાથળના ભાગે તથા ગુદ્દાના ભાગે મારી મુંઢ ઇજા કરી તેમજ માથાના વાળ પકડી ધસડી કાતરથી ફરી.ના માથાના વાળ કાપી નાખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી મે અધિક જીલ્લા મેજી.સા અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે જાણ થતા પોલીસ દ્વારા મહીલાના ઘરે પહોંચી મહીલાને સારવારમાં લઇ જઇ તેમની ફરીયાદ નોંધી ગુન્હામા ત્રણ મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હોય જે પૈકી બે મહીલા આરોપીઓને ગણતરીની કલાકોમા ગળકોટડી ગામે થી બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હ કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.