કરજણ તાલુકાના બચાર ગામે યુવક કેનાલમાં નાહવા જતા જીવનની દોર તૂટી..

  • 8:02 pm March 13, 2023
રિપોર્ટર- મુકેશ અઠોરા

 

 

કરજણ તાલુકાના બચાર ગામની કેનાલમાં નાહવા જતા એક યુવક ડૂબ્યો...

ફાયર સેફટીની ટીમ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના બચાર ગામે રહેતો ગણપતભાઈ ઉર્ફે (બેરીયો) મનજીભાઇ વસાવા ઉ. વ.૪૪ આલમપુરા ના મૂળ વતની પરંતુ ઘણા વર્ષો થી  કરજણ તાલુકાના બચાર ગામે પોતાના પરિવાર સાથે રહેતો હતો. આજે સવારે ઘરેથી ઢોર ચરવા ગયો હતો. બપોરના આશરે ૧૧:૩૦ કલાકના સમય ગાડાં દરમિયાન બચાર ગામે થી પસાર થતી નર્મદા કેનાલમાં ગરમીના કારણે નાહવા ગયો હતો. પરંતુ ઘણા સમયથી પાણી માંથી બહાર ના આવતા લોકોએ તપાસ કરતા યુવક ડુબાયો હોય તેમ જાણ થતા લોકોએ કરજણ પોલીસ તથા ફાયર સેફટી ને જાન કરતા કરજણ પોલીસ તેમજ ફાયર સેફટી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ ચાલુ કરી હતી. ઘણી જહેમત બાદ યુવાની મૃત હાલતમાં બોડી મળી આવી હતી. ફાયર સેફટી દ્વારા યુવકની ડેથ બોડી બહાર કાઢવામાં આવી હતી. કરજણ પોલીસે ડેથ બોડીનો કબ્જો મેળવી પી. એમ. અર્થે કરજણ સામુહિક દવાખાને ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.