કોડીનારમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પાર્ટી ઉપર કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો..

  • 8:08 pm March 13, 2023
રિપોર્ટર શબ્બીર સેલોત

 

"હુમલા માં પી.આઇ.અને બે કોન્સ્ટેબલ ને ઇજા,પોલીસ વાન ઉપર પર હુમલો કરી કાચ તોડયા"

કોડીનાર તાલુકામાં દારૂ નો એકચક્રી શાસન ચલાવી ધાક જમાવી રોફ જડતો કુખ્યાત બુટલેગરને ત્યાં કોડીનાર પોલીસ તપાસ કરવા અને રેડ કરવા જતા કુખ્યાત બુટલેગર અને તેના પરિવાર અને સાગરીતો દ્વારા પોલીસ પાર્ટી  ઉપર જીવલેણ હુમલો કરતા પી.આઇ.સહિત ત્રણ પોલીસ જવાન ને ઇજા પોહચતાં ચકચાર મચી છે.આ ઘટના ની વિગત મુજબ કોડીનારમાં આવેલ જીન પ્લોટ  સરગમ ચોક સ્થિત વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ અને સમગ્ર વિસ્તારમાં દારૂ ની રેલમછેલ કરતા મુળજી અને રમેશ મોટા પાયે દેશી દારૂ નો ધંધો કરતા હોય આ કુખ્યાત શખ્સ દ્વારા ગઈકાલે હેડ કોન્સ્ટેબલ ની ફરજ માં રૂકાવટ કરેલ તેં ફરિયાદ ની તપાસ અર્થે તેમજ લોકો માંથી મળતી ફરિયાદો ના આધારે  કોડીનાર પોલીસે આજે સાંજના સમયે રેડ કરવા જતા કુખ્યાત બુટલેગર તથા તેમના પરિવાર એ કોડીનાર પોલીસ ઉપર જીવલેણ હુમલો કરતા આ હુમલા માં પી.આઇ.આર.એ.ભોજાણી સહિત બે પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી હતી જેમાં પોલીસ ડ્રાઈવર શૈલષભાઈ વાળા ને માથા ના ભાગે ગંભીર ઇજા થઇ હતી જ્યારે અન્ય કોન્સ.હિતેશ ભાઈ અને પી.આઇ.આર.એ.ભોજાણી ને હાથ ના ભાગે ઇજા થતાં તમામ ને કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડ્યા હતા.તેમજ પોલીસ પી.સી.આર. વેન ઉપર હુમલો કરી ગાડી ના કાચ તોડી નુકશાન કરવામાં આવ્યું હતું. કોડીનારમાં દારૂ ના દૂષણ સામે ઉઠેલી વ્યાપક  ફરિયાદોને અનુલક્ષીને કોડીનારના નવ નિયુક્ત પી.આઇ.આર.એ.ભોજાણી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી હોય તે અનુલક્ષી આજે કુખ્યાત બુટલેગર અને વર્ષોથી દેશી દારૂનો અડ્ડો જમાવીને બેઠેલા શખ્સની ત્યાં રેડ પાડવા જતા કુખ્યાત બુટલેગરે તેમના પરિવાર સાથે મળી કોડીનાર પોલીસ પાર્ટી ઉપર આયોજન બ્ધ્ધ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે.