પ્રોહીબીશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ..

  • 5:06 pm March 14, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

 

અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા  જિલ્લા એસ.પી દ્વારા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટલાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના ગુનામાં આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, જેને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ બગસરા, બાયપાસ રોડ, કળશ સર્કલ પાસેથી આરોપી એવા કપીલ મજબુતભાઈ જેબલીયા, ઉ.વ.૨૪ ને  પકડી પાડી, આગળની કાર્યવાહી થવા  બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.