તિલકવાડા ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો થયો શુભારંભ..

  • 5:14 pm March 14, 2023
વસિમ મેમણ, તિલકવાડા

 

 

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં આજ રોજ થી ધોરણ 10 SSC  અને ધોરણ 12 ની HSC ની પરીક્ષાનો સુભારંભ થયો છે આ પરીક્ષા દર વર્ષે માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપ સમગ્ર ગુજરાત સાથે તિલકવાડા નગર માં આવેલી  કે એમ શાહ હાઇસ્કુલ ખાતે આ પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ફુલ બોલપેન ચોકલેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે આજ રોજ ધોરણ 10 અને 12 ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો શુભારંભ  થયો છે દર વર્ષે માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે  આ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી કરવા માટે સમગ્ર શૈક્ષણિક જીવનમાં સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા છે આ પરીક્ષાનો આજ રોજ નર્મદા જિલ્લા સહિત તિલકવાડા નગરમાં આવેલી  કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો આ પરીક્ષા માટે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ શાળા ની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તિલકવાડા ખાતે યોજાયેલી આ પરીક્ષામાં સાવલી / વ્યાધર / રામપુરી / મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલ અને તિલકવાડા હાઇસ્કુલ ના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓએ 17 જેટલા વર્ગખંડમાં પરીક્ષા આપી પરીક્ષા નો શુભારંભ થતાં શાળાના શિક્ષકો તથા ગામના આગેવાનો એ વિદ્યાર્થીઓને કુલ બોલપેન અને ચોકલેટ આપી અભિનંદન પાઠવતા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો શુભારંભ થયો હતો.