રાષ્ટિય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોતરકા દ્વારા આયોજિત વ્યસનમુક્તિ સ્પર્ધાત્મક કાર્યક્રમ..
- 5:40 pm March 14, 2023
પાટણ જિલ્લાના રાધનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોતરકા દ્વારા આયોજિત રાષ્ટિય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાધનપુર તાલુકા ના પેદાશપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે વ્યસનમુક્તિ નિબંધ સ્પર્ધા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરતા બાળકો ને નિબંધ સ્પર્ધાત્મક માં ભાગ લેનાર બાળકોને સારી ભૂમિકા ભજવનાર નિબંધ માં સારું પરિણામ લાવનાર બાળકોને એક થી ત્રણ ક્રમાંક ના વિજેતા તરીકે વિદ્યાર્થીઓ ને ઇનામ આપવામાં આવ્યા હતા.તેમજ સાથે સાથે શાળાના બાળકોને આશ્વાશન ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
આ વ્યસનમુક્તિ સ્પર્ધાત્મક કાર્યક્રમ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોતરકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.જેનો મુખ્ય ઉદેશ બાળકો દ્વારા છેવાડા ના ઘર સુધી બીડી, ગુટકા, તમાકું થી થતાં નુકસાન ની જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકાર ના ઉદાહરણો સિક્ષ્ણ અને વાચા આપી હતી. તમાકુ થી થતાં નુકશાન સમજાવવા માં આવ્યા હતા.અને Mphs,Cho,Mphw,શિક્ષકો દ્વારા ઉદાહરણ આપી સમજાવવામાં આવ્યા હતા.તદ્ઉપરાંત Tb,Ncvbdc,Abha,Telemeicin ની IEC પણ કરવામાં આવી હતી. આમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત પેદાશપૂરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા માં વ્યસનમુક્તિ સ્પર્ધાત્મક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોતરકા તેમજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર દ્વારા આયોજિત આ નિબંધ સ્પર્ધા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એચ.આઇ.પઠાણ સુપરવાઈઝર , ડૉ સંજયભાઈ, સીએચઑ તમામ આરોગ્ય અઘિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા. તેમજ ડૉ કેતનભાઈ ઠક્કર નાં માર્ગદર્શન હેઠળ આ સમસ્ત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.