ધરવડીના ખેતરમાં એકવાર દબાણ દૂર કર્યા બાદ સસત દબાણ રાખતા ફરી દબાણ દૂર કરવાના કલેકલટરના આદેશ..

  • 5:55 pm March 14, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાનાં રાધનપુરના ગામે આવેલ સરકારી પડતર જમીનમાં કેટલાક ઈસમોએ કબ્જો કરતા કલેકટર માં લેન્ડ ગ્રેબિંગ મુજબ  ઓનલાઈન ફરિયાદ થવા પામી હતી.આ ફરિયાદ બાદ કલેકટર એ દબાણ દૂર કરવા મામલતદાર ને આદેશ કરતા દબાણદારો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.

રાધનપુર તાલુકાના ધરવડી પંચાયત ના રેવન્યુ સર્વે નંબર-383 વાળી જમીન સરકારી પડતર હેડે ચાલે છે.આ જમીનમાં ધરવડી ગામના ઠાકોર તળસીભાઈ બીજલભાઈ ,ધર્મશીભાઈ તળસીભાઈ અને ભૂરાભાઈ તળસીભાઈ એ અનઅધિકૃત દબાણ કરી વર્ષો થી વાવેતર કરે છે. આ જમીન સરકારી પડતર હોઈ તે ખાલી થાય તે માટે જાગૃત નાગરિક દ્રારા અગાઉ જમીન ખાલી થાય તે માટે મામલતદાર રાધનપુર, કલેકટર પાટણ ના ઓને લેખીત રજુઆત કરવામાં આવી હતી.તે સમયે સ્થળ પર નું દબાણ દૂર કરવા મહેસુલ ધારા ની કલમ -61 મુજબ નોટિસો આપી દબાણ દૂર કર્યું હતું.

પરંતુ અવીરથ દબાણકારે દબાણ ચાલુ રાખતા ફરી શેરપુરાના જાગૃત નાગરિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ -2020 મુજબ ફરિયાદ કરી હતી.આ ફરિયાદ થયા બાદ કલેકટર એ તપાસ ના આદેશ કરતા તેઓનું દબાણ હોવાનું અને પોતે વાવેતર કરતા હોવાના સરકારી પંચનામાં થયા બાદ કલેકટર સમક્ષ રિપોર્ટ રજૂ થયો હતો.આ રિપોર્ટ બાદ કલેકટર એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની કમિટી દ્રારા સર્વાનુમતે દબાણ દૂર કરવાનો મામલતદાર ને આદેશ કર્યો છે.આ હુકમ બાદ દબાણકારો માં ફફડાટ ફેલાયો છે.

રાધનપુર માં મામલતદાર તરીકે મહેતાબેન હતા તે વખતે   મહેસુલ ધારા ની કલમ-61 મુજબની કાર્યવાહી થઈ દબાણ સરકારે હટાવેલ છે.પરંતુ  ફરી દબાણ કર્તા ઓએ દબાણ કરેલ હોઈ ફરી દબાણદાર  વિરુદ્ધ બીજી વખત લેન્ડ ગ્રેબિંગ મુજબ  રજુઆત બાદ ફરી કલેકટર એ મહેસુલ ધારા ની  61 મુજબ દબાણ દૂર કરવા મામલતદાર રાધનપુર ને આદેશ કર્યો છે.આમ અગાઉ દબાણ ની કાર્યવાહી સમયે ફરી આ જમીનમાં પ્રવેશ કરવો નહીં તેમ છતાં દબાણદારો એ કાયદાનું પાલન નહિ કરેલ હોવાનું ફરી હુકમ થતા સ્પષ્ટ જોવા મળે છે.ત્યારે ફરી  મહેસુલ ધારા ની કલમ -61 મુજબ દબાણ દૂર કરવાના કલેકટર એ રાધનપુર મામલતદાર ને આદેશ આપેલ છે.અને આ કાર્યવાહી બાદ સત્વરે રિપોર્ટ માગેલ છે ત્યારે મામલતદાર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે હાલ તો દબાણદારો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.