ઝાલોદ નગરમાં એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષાનો આરંભ : પોલિસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચી મોઢું મીઠુ કરાવાયું..

  • 6:36 pm March 14, 2023
પંકજ પંડિત

 

ઝાલોદ નગરમાં એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને પોતાની બેઠક વ્યવસ્થામાં તકલીફ ન પડે તે માટે દરેક સ્કૂલોમા પરીક્ષાના એક કલાક પહેલાં સ્કૂલમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. દરેક સ્કૂલોમાં સ્કૂલના શિક્ષક ગણ દ્વારા વિધાર્થીઓને ફૂલ આપી, કંકુ ચાંદલો કરી આવકાર આપ્યો હતો. તેમજ બાળકો ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે શિક્ષકો દ્વારા પ્રેરણા આપવામાં આપી હતી.

ઝાલોદ પોલીસ સ્ટાફ દ્વારા દરેક સ્કૂલોમાં ચોકલેટની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ દરેક વિદ્યાર્થીઓ નિર્ભયતા થી ભય મુક્ત વાતાવરણ વચ્ચે શાંતિ થી પરીક્ષા આપે તેવી પ્રેરણા આપવામાં આવી હતી. સ્કૂલ પરીક્ષાના ટાઇમને લઈ વિધાર્થીઓની લાંબી લાઈનો સ્કૂલના દરવાજા બહાર થી લાઈન લાગી હતી તેને લઈ થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સંજેલીનું પરીક્ષા કેન્દ્ર બંધ કરવામાં આવતા ઝાલોદમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા સંજેલી પરીક્ષા કેન્દ્ર બંધ હોવાના લીધે પણ વિદ્યાર્થી અને વાલીઓનો સ્કૂલની બહાર ઘસારો જોવા મળ્યો હતો.

ઝાલોદ નગરમાં શાંતી પૂર્વક એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર પરીક્ષાઓ યોજાઈ હતી , દરેક સ્કૂલોમા શિક્ષકો દ્વારા બાળકોને કોઈ પણ ચિંતા કે તણાવ રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રેરિત કર્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ પેપર સહેલું પૂછાયું હતું તેવો વિધાર્થીઓનો મત જોવા મળ્યો હતો અને દરેક બાળકો આનંદિત જોવા મળતા હતા દરેક બાળકોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.

એક વિદ્યાર્થીનું પેપર મુવાડા ખાતે સ્કૂલમાં નંબર આવેલ હતો પણ તે ઉતાવળ થી નારાયણી સ્કૂલ પર પરીક્ષા આપવા આવી ગયો હતો. ત્યાં તેનું નામ ન હોવાથી તે વિદ્યાર્થી ઘબરાઇ ગયો હતો પરંતુ પોલિસ પ્રસાસન દ્વારા તે વિધાર્થીને તેની સ્કૂલમાં તેના વર્ગમાં મૂકી આવ્યા હતા. આમ પોલિસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.