બોટાદ જીલ્લા કલેક્ટરએ બોર્ડની પરીક્ષાનાં કેન્દ્રની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ..

  • 6:52 pm March 14, 2023
વિપુલ લુહાર, બોટાદ

 

બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહે ગઢડા રોડ પર એમ.ડી.શેઠ વિદ્યાલય ખાતેના બોર્ડની પરીક્ષાનાં કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેક્ટરે પરીક્ષાકેન્દ્રમાં જરૂરી સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું, સાથોસાથે તેમણે પરીક્ષાકેન્દ્ર ખાતે સીસીટીવી મોનીટરીંગ ચકાસ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.