પાળીયાદ-રાણપુર વચ્ચે હાઈવે ગોઝારો બન્યો: પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત..

  • 7:12 pm March 14, 2023
વિપુલ લુહાર, રાણપુર

 

31 વર્ષના યુવક નું મોત થતા માતા-પિતા એ એકનો એક પુત્ર ગુમાવ્યો તો બીજી બાજુ 3 વર્ષના પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવી

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામના પાટીયા પાસે ગત રાત્રીના પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.પાળીયાદ રાણપુર વચ્ચે વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહનો ચલાવી રહ્યા છે જેના કારણે અવાર-નવાર અકસ્માત ના બનાવો બને છે અને લોકો અકસ્માત નો ભોગબની જીવ ગુમાવે છે ત્યારે પાળીયાદ તરફથી પુર ઝડપે આવતી પીકઅપ અને રાણપુર તરફથી આવતા બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના ઉમરાળા ગામના ભરતભાઈ ચંદુભાઈ ચાવડા(લુહાર)ઉ.મ.31 ને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળેજ બાઈક ચાલક નું મોત નિપજ્યુ હતુ.ઘટનાની જાણ 108 ને થતા 108 એમબ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.મૃતક યુવક ની ડેડબોડી ને પી.એમ.માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.31 વર્ષના યુવક નું મોત થતા માતા-પિતા એ પોતાનો એક નો એક દીકરો ગુમાવ્યો હતો તો બીજી બાજુ 3 વર્ષના પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર રાણપુર પંથકમાં શોકનું મોજુ ફળી વળ્યુ હતુ.સમગ્ર ઘટનાને લઈ રાણપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ઘરી છે.