સુરતના ડીંડોલીમાં પરિણતાએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું; પિતાએ તેણીના સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ..

  • 5:31 pm March 15, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

- પ્રતિકારાત્મક તસવીર

મેરેજ એનિવર્સરીના દિવસે જ ડીંડોલી વિસ્તારની પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષક પતિ સહિતના સાસરીયા દહેજ માટે ત્રાસ આપતા હોવાથી તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ ડીંડોલી સ્થિત મધુરમ સર્કલ પાસે આવેલી શ્યામવિલા રેસીડેન્સીમાં રહેતી નેહા વિનોદ બોરસે (ઉ.વ. 26)ની મંગળવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ડીંડોલી પોલીસના કહેવા મુજબ નેહાએ ઘરમાં છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતક નેહાના પિતાએ ડીંડોલી પોલીસમાં તેણીના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ સુરતની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ ભગવાન બોરસે સાથે નેહાના 14 માર્ચ 2017 ના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પાતે વિનોદ, સાસુ ચમંગા, સસરા ભગવાન અને નણંદ દિપાલી દહેજ માટે નેહાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી જઈ તેણીએ મંગળવારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એક તબક્કે મૃતક નેહાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસે મૃતક નેહાબેનના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.