સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ મંડળીના સંચાલકો ચિંતામાં; 2500 ક્વિંટલ કપાસ ઢાંકવાની નોબત આવી..

  • 5:32 pm March 15, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા છે. જેમાં જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા છે. તેમાં ઓલપાડના મંડળીના સંચાલકો ચિંતામાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ખુલ્લામાં પડેલ 2500 ક્વિંટલ કપાસ ઢાંકવાની નોબત આવી છે. જેમાં સુરત જિલ્લામાં ફરી એકવાર ભારે પવન ફૂંકવાની શરૂઆત થઈ છે. તેમાં સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બપોર બાદ પવન સાથે વરસાદીની શરૂઆત થઇ છે. તેથી ઓલપાડ મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા છે. જેમાં ગોડાઉનની અછતને લઈ ખુલ્લામાં પડેલ 2500 ક્વિંટલ કપાસ ઢાંકવાની નોબત આવી છે.

હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં આજે સવારે જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. 3 દિવસ તાપમાનમાં ફેરફાર રહેશે. જેમાં ખેડૂતોને સિંચાઈ નહિ કરવા અને પાક પાકી ગયો હોય તો તેને ઉતારી લેવા અપીલ કરાઇ છે. કારણ કે ગમે ત્યારે માવઠું પડી શકે છે. આગાહી પ્રમાણે આજે શહેર અને રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.