સાબરકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાથી થયેલ નુકસાન બાબતે પ્રાથમિક સર્વેમાં ૮ ટકા જેટલું નુકશાન આવ્યું, જેથી વળતર ચુકવવા પાત્ર નથી..

  • 5:50 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા નુકશાનીની વળતર ચૂકવાય છે

સાબરકાંઠા જીલ્લામાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં બે દિવસ કમોસમી માવઠું થયું હતું ત્યારબાદ રાજ્યસરકાર ધ્વારા નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ પ્રાથમિક સર્વેમાં કોઈ નુકશાન નહિ હોવાનું સામે આવ્યું હતું.તો ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા નુકશાનીની વળતર ચૂકવાય છે.સર્વે પૂર્ણ થતા ખેતીવાડી વિભાગ ધ્વારા કોઈ નુકશાન નહિ હોવાનું જણાવ્યું હતું.

હાલમાં માર્ચ મહિનામાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી છે ત્યારે આજે આગાહીની અસર સાબરકાંઠા જીલ્લામાં જોવા મળી નથી તો આકાશ ચોખ્ખું છે જેને લઈને ખેડૂતોએ ઘઉના તૈયાર પાકની કાપણી શરુ કરી છે.જેથી કમોસમી વરસાદ વચ્ચે હાલમાં ખેડૂતોને રાહત જોવા મળી રહી છે.પરંતુ પ્રથમ સપ્તાહમાં જીલ્લામાં આઠ માંથી છ તાલુકામાં ૧ થી ૪ મીમી જેટલો બે દિવસ કમોસમી વરસાદ નોધાયો હતો.જેને લઈને ખેતરમાં ઘઉંના ઉભા પાક અને કાપણી કરેલા ઘઉં પર પાણી પડ્યું હતું તો બીજી તરફ તમાકુનો કાપેલો પાક સૂકવવા મુકતા વાવઝોડામાં ઉડ્યો હતો જેને લઈને ખેડૂતોએ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય સરકાર ધ્વારા કમોસમી વરસાદને લઈને સર્વે માટે આદેશ આપ્યો હતો.ત્યારબાદ જીલ્લામાં વિસ્તાર અધિકારી અને ગ્રામ સેવકો ધ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.ચાર દિવસના સર્વેમાં સરેરાંશ ૮ ટકા જેટલું નુકશાન સામે આવ્યું હતું તો ઘઉંમાં ૫ ટકા નુકશાન જોવા મળ્યું હતું.તો તમાકુમાં ૮ થી ૧૦ ટકા નુકશાન જોવા મળ્યું હતું.SDRF ના નિયમ મુજબ ૩૩ ટકા થી વધુ નુકશાન હોય તો વળતર ચુકવવા પાત્ર હોય છે પરંતુ પ્રાથમિક સર્વેમાં ૮ ટકા જેટલું નુકશાન આવ્યું હતું.જેથી વળતર ચુકવવા પાત્ર નથી. આ અંગે ઇન્ચાર્જ જીલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.પટેલે જણાવ્યું હતું બે દિવસ જીલ્લાના કેટલાક તાલુકમાં માવઠું થયું હતું જેને લઈને વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો ધ્વારા પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૮ ટકા જેટલું નુકશાન આવ્યું હતું જેથી SDRFના નિયમ મુજબ ૩૩ ટકાથી ઓછુ હતું જેથી નિયમ મુજબ વળતર ચૂકવી શકતા નથી.તો સર્વે દરમિયાન કોઈ કિસાન સંગઠન કે ખેડૂત ધ્વારા નુકશાન થયા અંગેની રજૂઆત પણ આવી નથી.તો હાલમાં પણ કમોસમી વરસાદની આગાહી છે જેને લઈને ખેડૂતોએ સર્તકતા રાખવી અને કાપેલો પાક યોગ્ય જગ્યાએ ઢાંકીને સાચવણી કરવા સુચન ખેતીવાડી વિભાગ અને માર્કેટ યાર્ડ ધ્વારા ખેડૂતોને વિવિધ માધ્યમોથી જાણ કરવામાં આવી છે.