ઈડર શીત કેન્દ્ર નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં અફરાતફરી..

  • 6:03 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

 

ઈડરના શીત કેન્દ્ર નજીકથી મંગળવારે બપોરે જઈ રહેલ બે કાર વચ્ચે થયેલા અકસ્માત દરમ્યાન એક કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ અંગે આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે મુળ કડીયાદરા ગામના અને હાલ ઈડરમાં આવેલ સ્વગુણ સોસાયટીમાં રહેતા કિરીટભાઈ વાલજીભાઈ રાઠોડ બપોરના સુમારે તેઓ પોતાના બાળકોને શાળામાંથી કાર નં. જીજે.૦૯.બીએચ ૨૪૯૪ માં લઈ ઘરે આવી રહ્યા હતા. ત્યારે શીત કેન્દ્ર પાસે આવેલ એક વિલા પાસેથી જઈ રહેલી કાર નં. જીજે.૧૮.એસી ૬૫૮૫ના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી પાછળથી ટક્કર મારી હતી. જેથી કિરીટ ભાઈ રાઠોડે પણ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા તેમની કાર ડિવાઈડર ચઢી ગઈ હતી. તેમ છતાં જાનહાનિ ટળી હતી.