બનાસકાંઠા: દાંતાના નારગઢ બસ સ્ટેશન પાસેથી બે પશુઓને કતલખાને લઈ જતા બચાવાયા..

  • 6:08 pm March 15, 2023
રિપોર્ટર- જીતેન્દ્ર સોલંકી

 

 

જીવ દયા પ્રેમી દ્વારા દાંતા પોલીસને જાણ કરાઈ હતી , પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાધ ધરી

બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અબોલ પશુઓની હેરાફેરી થતી હોવાની જીવદયા પ્રેમીઓને બાતમી મળતી હતી જેને લઈ જીવદયા પ્રેમીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હતી જેના પગલે દાંતાના નારગઢ વિસ્તારમાં એક પીકઅપ ડાલું જે ભેંસ અને એક પાડી ભરી કતલખાના લઈ જતા હતા જે પીકપ ડાલું આવતા નારગઢ વિસ્તારના યુવાનો દ્વારા પીકપ ડાલાનો પીછો કરી નારગઢ બસ સ્ટેશન ખાતે પકડી પાડી પીકઅપ ડાલામાં સવાર બે ઈસમોની પૂછપરછ કરી પોલીસને જાણ કરી પોલીસની હાજરીમાં આ ઈસમોને દાંતા પોલીસ સ્ટેશન લઈ જઈ અને આ ભેંસ અને પાડી કતલખાને લઈ જતા હોવાનું કબૂલ કરતા દાંતા પોલીસે બંને ઈશમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે  અબોલ જીવો પર થતા અત્યાચાર અને વગર પાસ પરમિટ પશુઓની હેરાફેરી કરવા હેઠળ અને કુર્તાપૂર્વક પશુઓને બાંધી અને લઈ જતા હતા જેની કલમ હેઠળ દાંતા પોલીસે કુલ ત્રણ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે દાંતા વિસ્તારના સ્થાનિક યુવાનોની અને જીવદયા પ્રેમીઓની સુંદર કામગીરીથી બે અબોલ પશુઓનો જીવ બચ્યો છે.