રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ; ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે એક કરોડ 27 લાખના કામોની મંજૂરી..

  • 6:10 pm March 15, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ સામાન્ય સભા યોજાઈ જેમાં 2022/ 23 ની મંજુર થયેલા કામોની મંજૂરી આપવા માટે સભાનું આયોજન કરાયું જેમાં એક કરોડ 27 લાખના કામોની મંજૂરી આપવામાં આવી છે.

રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ ની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી. જેમાં રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે એક કરોડ 27 લાખના કામોની મંજૂરી આપવામાં આવી છે.રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મંજૂર થયેલા કામો ની મંજુરી જેમાં ગ્રામ્ય વિકાસ નાં કામ માટે લાખો રૂપિયા ની મંજૂરી આપવામાં આવી છે.