હારીજમાં ૨૫ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..

  • 6:19 pm March 15, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાનાં હારીજ ખાતે ૨૫ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર હારીજના સોમનાથનગર વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બનવા પામી છે. જેમાં એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં માતમ છવાયો ગયો છે. હાલતો અગમ્ય કારણોસર યુવાને ગળે ફાસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે. તો મૃતક યુવક ઠાકોર મુકેશજી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ યુવકના મૃતદેહને પી.એમ અર્થે હારીજ સિવિલ અર્થે લવવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.