વિજયનગર તાલુકા મથકે આવેલું વિશ્રામ ગૃહ શોભના ગાંઠિયા સમાન હોય તેવી હાલતમાં; વિશ્રામ ગૃહ નહિ પણ બિયર બાર હોય તેવા દ્રશ્યો..!

  • 6:24 pm March 15, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

નવું રેસ્ટ હાઉસ બનાવવાની લોક પ્રતિનિધિઓની રજૂઆતો પણ કોઈ સાંભળતું નથી

વિશ્રામ ગૃહનો ઉપયોગ કોણ કરે છે એ તપાસનો વિષય બન્યો

સાબરકાંઠાના વિજયનગર તાલુકા મથકના વિશ્રામ ગૃહ સાવ ખંડેર હાલતમાં છે. પરંતુ સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી છે. વિજયનગર તાલુકો અને એનું તાલુકા મથક અનેક અભાવો અને અસુવિધાઓથી ઘેરાયેલું રહ્યું છે. વિશ્રામ ગૃહનો ઉપયોગ કોણ કરે છે એ તપાસનો વિષય છે.

વિજયનગર તાલુકા મથકે આવેલું વિશ્રામ ગૃહ જાણે શોભના ગાંઠિયા સમાન હોય એવી હાલતમાં છે જાણે આ વિશ્રામ ગૃહ રહેમરાજ હોય એવું લાગી રહ્યું છે કારણે કે અંદર દારૂની ખાલી બોટલો પણ પડેલી છે. જાણે આ વિશ્રામ ગૃહ નહિ પણ બિયર બાર હોય એવું દ્રશ્યો જોતા લાગી રહ્યું છે સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની બોટલ ક્યાંથી આવી. ખંડેર વિશ્રામ ગૃહમાં પલંગ કે ખુરશીઓ ઠેકાણા નથી રૂમોમાં દારૂની ખાલી બાટલીઓ પડેલી હોય છે. સાથે સાથે કેટલીક ફાઈલો પણ અહીંયા પડેલી જોવા મળી રહી છે. તાલુકા મથકે એકનું એક જે વર્ષો જૂનું વિશ્રામ ગૃહ છે એ આજે ખંડેર હાલતમાં હોવા છતાં સ્થાનિકોની અનેકવારની રજુઆતો છતાં કોઈ સાંભળતું ન હોઈ આજે તો આ વિશ્રામ ગૃહની હાલત બદતર બની ગઈ છે.

વર્ષો અગાઉના આ વિશ્રામ ગૃહને નોન યુઝ કરવામાં આવ્યું હોવા છતાં અને એની જગ્યાએ અન્ય નવું રેસ્ટ હાઉસ બનાવવાની લોક પ્રતિનિધિઓની રજૂઆતો પણ કોઈ સાંભળતું નથી. આ આઝાદીના આટલા વર્ષો પછી કમનસીબ વિજયનગર પોતે તાલુકા મથક હોવા છતા છાશવારે વિજયનગર વાસીઓએ જાણે હવે આશા છોડી દીધી હોય એમ એ તો પ્રશ્ન ઉભોજ છે ત્યાં એક સારું રેસ્ટ હાઉસ તાલુકા. મથકને ઉપલબ્ધ થતું નથી. લોક પ્રહરીઓ દ્વારા રેસ્ટ હાઉસ માટે સરકારમાં રજૂઆતો કરવામાં કઈ કચાશ છોડી નથી પણ રામજાણે આ વિશ્રામ ગૃહ ક્યાં અટવાયું છે એની જનતાને સમજ પડતી નથી. નોન યુઝ થયેલા આ વિશ્રામ ગૃહનો ઉપયોગ રહ્યો ન હોઈ અંદર દારુની ખાલી બોટલો પણ દેખાઈ રહી છે. જાણે કે આ સ્થાન અસામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યું હોય એમ કોઈ જ સુવિધા રહી નથી એવા વિશ્રામ ગૃહનો ઉપયોગ કોણ કરે છે એ તપાસનો વિષય છે. સમગ્ર રીતે જોતા આ વિશ્રામ ગૃહ નોન યુઝ થયું હોય તો ખંડેર દીવાલો વચ્ચે પલંગ અને ખુરશીઓ ટેબલ સહિતના ફર્નિચરની શી હાલત થઈ છે એ તો જરા કોઈ તપાસે તો શું હાલત છે એનો ખ્યાલ આવી શકે તેમ છે. વહેલી તકે આ વિશ્રામ ગૃહનું ડીમોલેશન થાય અને નવું. બને એ તરફ  સૌની નજર છે.