આહવા તાલુકાનાં ધવલીદોડ ગામે વરલી મટકાનો જુગાર રમાડતા ચાર ઈસમો ઝડપાયા..
- 7:12 pm March 15, 2023
એક ઈસમને વોન્ટેડ જાહેર કરી 31,090 નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમે આજરોજ આહવા તાલુકાનાં ધવલીદોડ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન ધવલીદોડ ગામનાં તુળજા ભવાની મંદિરનાં પાછળના ભાગે આવેલી કોતરમાં અમુક ઈસમો વરલી મટકા જુગાર રમાડી રહ્યાની બાતમી મળી હતી.આ બાતમીનાં આધારે પોલીસની ટીમે જુગારનાં સ્થળે રેડ કરતા અહી જુગાર રમાડનાર મરાઠી મનોજ વસંત તડીશ રે.સટાણા નાસિક,ભાવુસાહેબ ત્રમ્બક,હરેશ બાબુરાવ રહે.ધવલીદોડ તેમજ રાહુલ ગોવિંદ ચૌધરી રહે પીપલીયામાળ આહવા ડાંગની ધરપકડ કરી આ તમામ ઈસમોને કામે રાખનાર જુગારીયા કૈલાશ ગોવિંદ ગાયકવાડ રહે.ધવલીદોડ તાલુકો આહવા જી.ડાંગને વોન્ટેડ જાહેર કર્યો હતો.આહવા પોલીસની ટીમે જુગારીયાઓ પાસેથી રોકડ રકમ 2230 મોટરસાયકલની કિંમત ₹25,000 બે મોબાઈલની કિંમત 3500 તેમજ જુગારના સાધનો મળી કુલ 31,090 નો મુદ્દોમાલ ઝડપી પાડી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.