રાજુલામાં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને પકડી પાડીતી રાજુલા પોલીસ..

  • 7:15 pm March 15, 2023
રિપોર્ટર- મૌલિક દોશી

 

 

રાજુલા ધાખડા નગરમાંથી ભગાભાઇ ચકુભાઇ પરમાર રહે.રાજુલા જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૩૦૦/-નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ભગાભાઇ દ્રારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી,તેના પરથી રાજુલા પો.સ્ટે.માં આઇપીસી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ. 
હિમકર સિંહના માર્ગદર્શન તેમજ સુચના હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક  એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓએ અમરેલી જિલ્લામાં e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરીકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવાં જરૂરી માર્ગદર્શન આપેલ હતું. ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.  જે.એન.પરમારની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્રારા તપાસ હાથ ધરતા  રાજુલા ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા હવેલી ચોક વિસ્તારમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.