ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ભાવનગર LCB તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો..

  • 5:25 pm March 16, 2023

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અરવિંદભાઈ બારૈયા હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાઓને શંકાસ્પદ મોટર સાયકલ અંગે મળેલ માહિતી આધારે નવાગામ (નાના)ગામના ભાડીયાની વાડી તરીકે ઓળખાતી વાડીએ આવતાં ઈસમ મોટર સાયકલ સાથે મળી આવેલ. જે મોટર સાયકલનાં એન્જીન-ચેસીઝ નંબર ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા આ મોટર સાયકલનાં રજી.નં-GJ-05-MK-1770 માલીક ભરતસિંહ નારણસિંહ રાઠોડ રહે.૧૧૮, કિર્તીધામ, SOC, પુણા,સુરતવાળા હોવાનું જણાય આવેલ.જે મોટર સાયકલ અંગે હાજર મળેલ ઇસમની પુછપરછ કરતાં આજથી દોઢેક વર્ષ પહેલા ભગીરથસિંહ ઉર્ફે ભયલુ ભુરુભા ગોહિલ રહે.નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગર વાળા પાસેથી લીધેલ હોવાનું જણાવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ અંગે સુરત શહેર, પુણા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ- ક્રિપાલસિંહ ઉર્ફે જીણકુભા પથુભા ગોહિલ ઉ.વ.૫૪ ધંધો.ખેતી રહે.નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/-

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- સુરત, પુણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૧૧૨૬૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ- ૩૭૯ મુજબ