સાબરકાંઠા એસ.ઓ.જી.એ એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો..

  • 5:35 pm March 16, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગર ન્યાય મંદિર પીકઅપ સ્ટેન્ડ આગળ ઉભેલા હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

આ અંગે એસ.ઓ.જી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એસ.ઓ.જી. પી.આઇ. એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નો સ્ટાફ હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીદાર પાસેથી અ.પ.કો. ભાવેશકુમાર પશાભાઇને બાતમી મળી હતી કે હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતો ફરતો આરોપી ફિરોજખાન હમીદખાન પઠાણ (રહે.આઝાદ ચોક, તા.વડાલી) હિંમતનગરના ન્યાય મંદિર પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભો છે. જેને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધો હતો અને હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આમ એસ.ઓ.જી.ની ટીમને છેલ્લા એક વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.