સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં વીજ લાઇન પર ૧૨ લાખથી વધુ સ્પેસર લગાવામાં આવ્યા..

  • 5:40 pm March 16, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

 

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ગ્રાહકોની વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદો ઘટાડવા તેમજ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ નવી પહેલના ભાગરૂપે હળવા દબાણની લાઈન ઉપર સ્પેસર લગાવવાનું કામ ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.

હળવા દબાણની વીજ લાઈન ઉપર સ્પેસર લગાવવાથી વીજ લાઈન ના વાયર ભેગા થવાના બનાવો અટકવાથી ગ્રાહકોને વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને  અવિરત બીજ પુરવઠો મળતો રહેશે. જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરોમાં  વીજ મોટરો વારંવાર બળતી અટકે છે. બીજા અકસ્માતો ઘટે છે અને સૌથી મોટો ફાયદો ઉનાળામાં મોટા ભાગે ખેડૂતોના તૈયાર થયેલ ઘંઉનો પાક બળવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

બંન્ને  જિલ્લામાં ૧૫ લાખ સ્પેસર લગાવાનો લક્ષ્યાંક છે. જેમાં  અત્યાર સુધીમાં ૧૨,૮૦,૯૯૩ સ્પેસર લગાવવામાં આવ્યા છે. જેથી બંન્ને  જિલ્લાની જનતાને લાભ મળે તેમ જ ખેડૂતોને થતા પાક નુકસાન અકસ્માતો ઘટાડી શકાય જેના માટે ઉત્તર ગુજરાત વીજ કંપની ના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.