સાંતલપુરના નલિયામાં નવીન આડબંધની જગ્યાએ જૂનાપાળા પર માટી નાખી ગે૨૨ીતિ આચાર્યાની બૂમરાણ..

  • 5:49 pm March 16, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

વોટરશેડ યોજના હેઠળ મંજૂર થયેલ નવિન આડબંધ દર્શાવેલ જગ્યાની બદલે જૂના પાળા ઉપર માટી નાખીને ગેરરીતી આચર્યાની ક્લેક્ટરને રજૂઆત કરી

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાના નલીયા ગામે વોટરશેડ યોજના હેઠળ મંજૂર થયેલ નવીન આડબંધ દર્શાવેલી જગ્યાની બદલે અલગ ૧ જગ્યાએ બનેલા જૂના પાળા ઉપર નવી માટી નાખીને ગેરરીતિ આચરી હોવાની ગામના નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાતાં ચકચાર મચી જવા પામી હતી.

નલીયા ગામે વોટરશેડ (જળસ્ત્રાવ) યોજના અંતર્ગત ગામની ખારિયામાં આડબંધ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ જેસીબી મશીન દ્વારા બાજુમાં ખોદીને જૂના પાળા ઉપર નવી માટી નાંખી હતી.જ્યારે અનુસૂચિત જનજાતિની સ્મશાન ભૂમિની જગ્યામાં વોટર શેડ કમિટી દ્વારા કરેલ કામગીરીને લઇને ગામમાં અનુસૂચિત જનજાતિના લોકોમાં નારાજગી જોવા મળી હતી.

આડબંધના નામે સ્મશાન ભૂમિમાં નાંખેલ માટીથી સ્મશાન ભૂમિ બે ભાગમાં વહેંચાઈ જવા પામી હોવાનું અરજદાર દ્વારા જણાવાયું છે.અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે જગ્યા ઉપર આડબંધ બનાવવાનો હતો તેની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા જુના આડબંધ ઉપર માટી નાખીને ગેરરીતિઓ આચરી હોવાની લેખિત રજૂઆત ભીલ સંજયભાઈ દ્વારા જિલ્લા ક્લેકટરને કરી હતી. સરકાર દ્વારા વરસાદી પાણીને વહી જતું અટકાવવાના હેતુથી વોટરશેડ યોજના હેઠળ નવીન આડબંધ બનાવવા લાખો રૂપિયાના ખર્ચે કરાય છે પરંતુ જવાબદારો દ્વારા જૂના પાળા ઉપર નવી માટી ચડાવીને બીલો બનાવી દેતાં ખરા અર્થમાં આવી યોજનાઓનો હેતુબર આવતો નથી. આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.